ગૌરવ પટેલ, અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં સૌ પ્રથમ વખત તમામ ચેમ્બરનું આંતરરાષ્ટ્રીય કોન્કલેવ અને રાજ્યોની રાષ્ટ્રીય ચેમ્બરનું કોન્કલેવ યોજાશે. જેમાં દુનિયાના 48 દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીય દ્વારા તમામ ચેમ્બર સાથે એમઓયુ થશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિત 2019માં 14 દેશ કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાશે. આ ઉપરાંત 19 જાન્યુઆરીના રોજ મેક ઇન ઇન્ડિયા થીમ સાથે ફેશન શોનું આયોજન કરવામાં આવશે. જેનો કોન્ટ્રાક્ટ સુનિલ શેટ્ટીને સોંપવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિત 2019ની તૈયારીઓ શરૂ, 48 દેશના પ્રતિનિધિઓ લેશે ભાગ


વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 અંતર્ગત અમદાવાદના રીવરફ્રન્ટ ખાતે 19 જાન્યૂઆરીના રોજ ફેશન શો યાજાશે. મેક ઇન ઇન્ડિયા થીમ સાથે આ ફેશન શોનું આયોજન કરવામાં આવશે. આ ફેશન શોનો કોન્ટ્રાક્ટ સુનિલ શેટ્ટીને સોંપવામાં આવ્યો છે. જે ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ છે. આ ફેશન શોમાં 32 મોડલ રેમ્પવોક કરશે. ગુજરાત સરકાર જીસીસીઆઇ, અમદાવાદ મહાનગર પાલીકા અને ટુરિઝમ કોર્પોરેશનના સહયોગથી આ ફેશન શો યોજવામાં આવી રહ્યો છે.


વધુમાં વાંચો: ભાજપા મહિલા મોરચા રાષ્ટ્રીય અધિવેશન પ્રારંભ


આ ફેશન શોને 5 હજાર લોકો નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ફોર્મ ટુ ફેશન દ્વિતિય અંતર્ગત ફેશન શો યોજાશે. આ સિવાય ફોર્મ ટુ ફેશન અંતર્ગત 3 હજાર સ્કેવર મીટરના ડોમમાં 100થી વધારે સ્ટોલમાં ટેક્સટાઇલ્સ એક્ઝીબીશન યોજાશે. અહીં આંતરરાષ્ટ્રીય કપડાની બ્રાન્ડ પણ જોવા મળશે. જેના થકી 2 હજાર કરોડના વ્યવસાયની જીસીસીઆઇએ અપેક્ષા વ્યક્ત કરી છે. વ્યવસાય માટે 500 બાયરને આમંત્રીત કરવમાં આવ્યા છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...