હિતેલ પારેખ/ગાંધીનગર : છેલ્લા કેટલાક સમયથી ટોલ ટેક્સ ઓનલાઇન ભરવા માટેની વ્યવસ્થા ફાસ્ટેગ (FASTag)ની ભારે ચર્ચા છે. હવે લેટેસ્ટ માહિતી પ્રમાણે ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમનો અમલ 15 ડિસેમ્બર સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે સરકારે 2 ડિસેમ્બરથી તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રાજ્ય રાજમાર્ગોની પસંદગી માટે FASTag શરૂ કરવાની યોજના બનાવી હતી પણ હવે એના અમલની તારીખ લંબાવવામાં આવી છે. 


Surat: કબર પર બનેલી આ સોલાર ઘડિયાળ, બતાવે છે એકદમ સચોટ સમય!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાસ્ટેગ 400થી 500 રૂપિયામાં ઉપલબ્ધ છે. જેને ઓનલાઇન પણ ખરીદી શકાય છે. જેમાં 100 રૂપિયા ફાસ્ટેગની કિંમત, 200 રૂપિયા રિફંડેબલ સિક્યોરિટી રકમ અને 200 રૂપિયાનું પ્રારંભિક રિચાર્જ મળે છે. જેની વેલિડિટી લાઇફ ટાઇમ રહે છે. જ્યારે આ ટ્રાન્જેક્શન પર ગ્રાહકોને અઢી ટકા જેટલું કેશ બેક પણ મળે છે. NHAI દ્વારા વાહન ચાલકોને ફાસ્ટેગ માટે અપીલ કરવામાં આવી રહી છે. જેમાં કહેવાયું છે કે, તમારા વાહનોમાં Fastag લગાવી લો, કે જેથી ટોલ પ્લાઝા પર મુસીબતનો સામનો ન કરવો પડે. આ નવી વ્યવસ્થા પછી ટોલ પ્લાઝા પર કેશ માટે માત્ર એક જ લાઇન રાખવામાં આવશે. 


Rajkot : ગાંધીજીએ સ્થાપેલી શાળામાંથી પકડાયો 5 લાખની કિંમતનો દારૂ


એનએચએઆઇના પીડી વિરેન્દ્ર સિંહનું કહેવું છે કે, હાલમાં રોકડ વ્યવહારને લીધે ટોલ પ્લાઝા પર એક કલાકમાં 240 જેટલા જ વાહનો પસાર થઇ શકે છે જ્યારે Fastag લેવાથી વાહન ચાલકોનો સમય બચશે અને ટોલ પ્લાઝા પર એક કલાકમાં અંદાજે 1200 જેટલા વાહનો પસાર થઇ શકશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....