ગાંધીનગર

Gandhinagar: નગરપતિઓ સાથે મુખ્યમંત્રીની વાતચીત, કર્યા કેટલાક ખાસ સુચન

* 162 નગરોના પ્રમુખ-ઉપપ્રમુખ સાથે વિડીયો કોન્ફરન્સથી સંવાદ કરતા મુખ્યમંત્રી
* મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસ સંક્રમણ અને આરોગ્ય સુવિધાઓની વિગતો મેળવી નગરપાલિકાઓને આવશ્યક સૂચનો કર્યાં
* સંસાધનોની મર્યાદા વચ્ચે 'વ્યથા નહીં વ્યવસ્થા'ના અભિગમથી નગરપતિઓ સેવાકાર્યની પ્રાથમિકતાઓ નક્કી કરે
* કોરોના જેવી મહામારી સામેની લડત જનભાગીદારીથી જ જીતી શકાય

Apr 15, 2021, 08:02 PM IST

ગુજરાતના કોરોના ઇતિહાસનો પ્રથમ કેસ, કોરોના વોર્ડમાંથી ગુમ દર્દીનો મૃતદેહ મળ્યો, પરિવારના ગંભીર આક્ષેપ

શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓને મોટા પ્રમાણમાં દાખલ થઇ રહ્યા છે. જો કે હંમેશાની જેમ સિવિલ હોસ્પિટલમાં રેઢીયાળ તંત્રની વધારે એક ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં કોરોના પોઝિટિવ દર્દી બે દિવસ પહેલા ગુમ થઇ ગયો હતો. જો કે ચોંકાવનારી બાબત છે કે બે દિવસ બાદ હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે. 

Apr 9, 2021, 09:40 PM IST

Gandhinagar: CM વિજય રૂપાણીએ ચૂંટણી રદ્દ કરવા અંગે પંચને પત્ર લખીને કરી વિનંતી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ અને ગતિને ધ્યાનમાં રાખી વધુ લોકો સંક્રમિત ના થાય તે માટે ચૂંટણી પંચને ચૂંટણી મોકુફ રાખવા માટે અપીલ કરી છે. કોરોના ને નિયંત્રણમાં રાખી શકાય તેવા જનહિત અભિગમથી રાજ્યમાં પાટનગર ગાંધીનગર મહાનગર પાલિકાની આગામી 18 એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પ્રવર્તમાન સંજોગોમાં મોકૂફ રાખવાની દરખાસ્ત રાજ્ય ચૂંટણી પંચને કરી છે.

Apr 9, 2021, 07:19 PM IST

રૂપાણી સરકારના વધુ એક મંત્રી કોરોનાની ઝપેટમાં આવ્યા

રૂપાણી સરકારના વધુ એક કેબિનેટ મંત્રી કોરોનાં પોઝિટિવ આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા બાદ હવે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના પોઝિટિવ થયા છે. હાલ તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. 

Apr 8, 2021, 12:13 PM IST

ચૂંટણી ઇફેક્ટ: આખા ગુજરાતને પાંજરે પુરનારી સરકારે ગાંધીનગર-મોરવા હડફમાં તમામ છુટ આપી

 હાઇકોર્ટની ટકોર બાદ મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોરોના વકરી રહ્યો છે. કુલ કેસનાં 60 ટકા કેસ ચાર મહાનગરોમાંથી આવી રહ્યા છે. અન્ય જિલ્લાઓમાં પણ ધીરે ધીરે કેસ વધી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી આપણે પ્રજાના સહકારથી કોરોના સામે સંઘર્ષ કરતા આવ્યા છીએ. જે પ્રકારે આજે સમગ્ર દેશમાં કોરોનાનું વાતાવરણ છે તે જોતા એવું લાગે છે કે, હજુ પણ કેસ વધશે. પરંતુ તેનાથી આપણે ડરવાની જરૂર નથી. 

Apr 6, 2021, 11:09 PM IST

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી: ભાજપે પોતાના યોદ્ધાઓનાં નામ કર્યા જાહેર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પુર્ણ થઇ ચુકી છે. જેના પગલે ગુજરાતમાં કોરોના પણ બેકાબુ થયો હતો. જો કે ત્યારે અચાનક ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર પાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેના પગલે તમામ પક્ષોએ ગુજરાતમાં પોતાની તમામ તાકાત લગાવીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તેવામાં આજે ભાજપ દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ દ્વારા વોર્ડ નંબર 6 સિવાય તમામ વોર્ડ માટે ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. 

Mar 30, 2021, 10:44 PM IST

વિધાનસભા ચાલુ સત્રમાં એક મંત્રીની તબિયત બગડતા તત્કાલ ઘરે લઇ જવા પડ્યા, ત્યાં બીજા મંત્રી કોરોના પોઝિટિવ

ગુજરાતમાં કોરોનાના ફરી એકવાર બેકાબુ બન્યો છે. બીજી તરફ વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે. જેમાં ધારાસભ્યો અને અધિકારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. ત્યારે હવે મહેસુલ મંત્રી કૌશિક પટેલની વિધાનસભા ગૃહમાં તબિયત લથડતા તેમને તત્કાલ તેમના ઘરે લઇ જવાયા હતા. અત્યાર સુધીમાં એક મંત્રી સહિત કુલ 180 પૈકી 12 ધારાસભ્યો 30 જ દિવસમાં પોઝિટિવ આવ્યા છે. જ્યારે સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઇશ્વર પરમાર ક્વોરન્ટીન પુર્ણ કરીને ગૃહમાં આવ્યા છે. 

Mar 30, 2021, 09:28 PM IST

ચૂંટણી ઉત્સવ ફરી પાછો જાહેર, જનતા હેરાન પરેશાન રાજકીય પક્ષો થશે બેફામ !

હાલ કોરોના જે પ્રકારે બેકાબુ થઇ રહ્યો છે તેના કારણે રાજ્યનાં ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ સહિતની તમામ કડકાઇ વર્તવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેના માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને સ્ટેડિયમમાં યોજાયેલી મેચને માનવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન જે પ્રકારનાં તાયફાઓ કર્યા અને નેતાઓ બેશરમ બનીને જે નાચ કર્યા કર્યા તેના કારણે કાબુમાં આવી ગયેલો કોરોના ફરી એકવાર બેકાબુ થયો છે. જેનું ફળ જનતાને ભોગવવાનો વારો આવ્યો છે. 

Mar 19, 2021, 05:50 PM IST

Gandhinagar: ડુપ્લીકેટ દવાઓ બનાવી વિદેશમાં એક્સપોર્ટ કરતી કંપની પર દરોડા, લાખોની કિંમતની દવા ઝડપાઇ

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે મળેલ માહિતીને આધારે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના હાજીપુર મુકામે સ્થિત ગેરકાયદેસર રીતે એન્ટીબાયોટીક દવા બનાવી વિદેશમાં નિકાસ કરતી સનલોવિસ ફાર્માસ્યુટીકલ્સ એલ.એલ.પી કંપનીમાં દરોડો પાડીને ‘એક્ઝાક્લેવ-૬૨૫’ ટેબલેટનો આશરે રૂ.૬૩.૦૦ લાખની કિંમતનો જથ્થો જપ્ત કરી કંપનીના ભાગીદારો સામે  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Feb 11, 2021, 10:03 PM IST

CM રૂપાણીની આસપાસ ફરતા 8 કર્મચારી કોરોના પોઝિટિવ નીકળ્યા

 • ​સ્વર્ણિક સંકુલમાં એકાએક કોરોના સંક્રમણ વધતા કર્મચારીઓમાં ડરનો માહોલ ફેલાયો 
 • 9 જાન્યુઆરીએ કોરોના વેકસીનના ડોઝ ગુજરાતમાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે

Jan 6, 2021, 08:31 AM IST

રાજકોટમાં વેક્સીનની ટ્રાયલ રનનું કાઉન્ટડાઉન શરૂ, વીજળી વગર 55 કલાક રસી રહે તેવા 25 ફ્રિજ સૌરાષ્ટ્રને મળ્યાં

 • કોરોના સામે હવે રસી આપવાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી
 • રાજકોટ અને ગાંધીનગરમાં સોમવારે અને મંગળવારે રસી માટે ટ્રાયલ રન થશે
 • ટ્રાયલ રન બાદ મંગળવારે સાંજે રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરાશે 

Dec 27, 2020, 11:33 AM IST

આજથી ગુજરાતમાં ભૂમાફિયાઓની શાન ઠેકાણે આવશે, જમીન ઉચાપતના કાયદાની અમલવારી થશે

 • ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવી કડકમાં કડક સજા માટે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો અમલ નવું સિમાચિન્હ બનશે
 • કમિટી સમક્ષ રજૂ થયેલ તપાસ અહેવાલ પર ર૧ દિવસમાં નિર્ણય કરવાનો રહેશે

Dec 16, 2020, 10:17 AM IST

બિલ્લીપગે અચાનક આવતા મોત પાછળ શું કારણ છે, ડોક્ટરે આપ્યો તેનો જવાબ

 • એક મહિલા ગરબા રમતા રમતા અચાનક જ તે ઢળી પડે છે અને તેનું મોત નિપજી જાય છે, આ વીડિયો સામે આવ્યા બાદ લોકોના મનમાં અનેક પ્રકારના તર્કવિતર્ક જન્મ લઈ રહ્યા હશે કે આવું કેવી રીતે થઈ શકે કે કોઈ વ્યક્તિ ગરબા રમતું હોય, ચાલતું હોય અને અચાનક જ ઢળી પડે સાથે જ તેનું મોત પણ થઈ જાય

Dec 13, 2020, 10:17 AM IST

ગરબે રમતી મહિલાનું હાર્ટ એટેકથી મોત, આખી ઘટના કેમેરામાં કેદ થઈ

ગાંધીનગરમાં એક લગ્ન દરમિયાન એવી ઘટના બની કે, સુખનો પ્રસંગ દુખમાં ફેરવાઈ ગયો હતો. દહેગામ તાલુકાના ખાનપુરમાં 45 વર્ષીય મહિલાનું ગરબા રમતા હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. મહિલા ગરબા રમતા સમયે અચાનક ઢળી પડી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે હાલ આ વીડિયો ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. 

Dec 11, 2020, 03:28 PM IST

4200 ગ્રેડ પે મુદ્દે શિક્ષકો લડાયક: આવતી કાલથી 25 તારીખ સુધી સતત ધરણા પ્રદર્શન

* આવતીકાલથી ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે બપોરે 1 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ધરણા યોજાશે
* 25 જાન્યુઆરી સુધી રવિવાર સિવાય દરરોજ જુદા જુદા જિલ્લાના 50 - 50 શિક્ષકો કરશે ધરણા પ્રદર્શન
* 25 જાન્યુઆરી સુધીમાં ઉકેલ નહીં આવે તો ઓનલાઈન શૈક્ષિણીક કામગીરી બંધ કરવાની ચીમકી

Dec 7, 2020, 09:06 PM IST

ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના ગાંધીનગરમાં ધરણા, પણ ભૂલાયું સોશિયલ ડિસ્ટન્સિંગ

 • એક નાના સ્ટેજ ઉપર કોંગ્રેસના 20 થી 25 નેતાઓ બેસતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. કોરોનાની ગાઇડલાઇનનું કોઈ પાલન સ્ટેજ ઉપર ન કરાયું

Dec 6, 2020, 12:18 PM IST

ગાંધીનગરમાં જાન્યુઆરીના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થશે

 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનાં પડઘમ વાગી ચુક્યા છે. રાજ્ય ચૂંટણી પંચ 6 મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 55 નગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત જાન્યુઆરી માસના અંત સુધીમાં કરે તેવી શક્યતા છે. કોંગ્રેસ અને ભાજપ દ્વારા ચૂંટણીની શક્યતાઓને પગલે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 

Dec 5, 2020, 06:14 PM IST

પ્રદેશ ભાજપના મંત્રી પ્રદીપસિંહ વાઘેલાને રાષ્ટ્રીય સ્તરે સોંપાઇ મહત્વની જવાબદારી

ગુજરાત ભાજપના વધુ એક નેતાને રાષ્ટ્રીય સ્તરે મળી મહત્વની જવાબદારી છે. પ્રદેશ ભાજપના મંત્રી પ્રદીપસિંહ વાધેલાને GHMCની ચૂંટણી માટે સહપ્રભારીની જવાબદારી સોંપાઇ છે. ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની આગેવાની માં ભાજપે 3 સહપ્રભારીઓની નિયુક્તિ કરી છે.

Nov 27, 2020, 06:41 PM IST

સંવેદના ભૂલ્યું ગાંધીનગરનું તંત્ર, કોરોનાના ચાર મૃતદેહોને એક જ એમ્બ્યુલન્સમાં લઈ જવાયા

 • કોરોનાથી મૃત્યુ પામેલા લોકો જાણે ઘેંટાબકરા હોય તે રીતે તેઓને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યાં છે.
 • આવી ઘટના અનેક સમયથી બની રહી હોવાની તારીખ અને ટાઈમ સાથે વિરોધ પક્ષના નેતાએ દાવો કર્યો 

Nov 26, 2020, 03:49 PM IST

બોલીવુડ ફિલ્મ કલાકાર વિવેક ઓબેરોયની CM રૂપાણી સાથે બેઠક, કરી આ મુદ્દે ચર્ચા

બોલીવુડ ફિલ્મ કલાકાર વિવેક ઓબેરોય ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે. ત્યારે ફિલ્મ સ્ટાર વિવેક ઓબેરોયે શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક કરી હતી અને ટેકનિકલ શિક્ષણ અને સ્ટાર્ટ અપ મુદ્દે ચર્ચા પણ કરી હતી

Nov 23, 2020, 03:25 PM IST