યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓ માટે સુવિધામાં વધુ એક વધારો, પાર્કિંગ માટે કરાઈ ખાસ સગવડ
અંબાજી માં પ્રાયોગિક ધોરણે એક પાર્કિંગમાં ફાસ્ટેગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ફાસ્ટેગ વાળા પાર્કિંગમાં વાહનો અંદર પ્રવેશે ને જયારે પરત બહાર નીકળે ત્યારે નિયત કરાયેલા 50 રૂપિયા નો ચાર્જ ફાસ્ટેગ માંથી કપાઈ જાય છે. જેથી કરીને યાત્રિકો ને લાંબી લાઈનો કે રોકડા તથા છુંટા પૈસાની જંજટ રહેતી નથી
ઝી બ્યુરો/બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં હવે વાહન પાર્કિંગમાં પણ ફાસ્ટેગની સુવિધા સજ્જ કરવામાં આવી છે. અંબાજીમાં હાલ તબક્કે જે રીતે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે. તેવામાં ખાનગી પાર્કિંગ સંચાલકો દ્વારા આડેધડ પાર્કિંગ ચાર્જ ઉઘરાવવાની અનેક વાર ફરિયાદો ઉઠી હતી. એટલું જ નહિ મંદિર ટ્રસ્ટ દ્વારા કોન્ટ્રાકટ બેઝ ઉપર અપાયેલા પાર્કિંગ પ્લોટમાં પણ યાત્રિકો પાસેથી મોટો ચાર્જ ઉઘરાવતા હોવાની ફરિયાદોને લઇ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હવે અંબાજીના પાર્કિંગ પ્લોટમાં ફાસ્ટેગની સુવિધા સજ્જ કરવામાં આવી છે. જેમ એરપોર્ટમાં પાર્કિંગ ફાસ્ટેગ દ્વારા જ કરવામાં આવે છે.
ગુજરાતના આ 11 ટાપુ પર જવા માટે લેવી પડશે પરમિશન, આવા છે સૌથી મોટા અપડેટ
તે જ રીતે અંબાજી માં પ્રાયોગિક ધોરણે એક પાર્કિંગમાં ફાસ્ટેગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ફાસ્ટેગ વાળા પાર્કિંગમાં વાહનો અંદર પ્રવેશે ને જયારે પરત બહાર નીકળે ત્યારે નિયત કરાયેલા 50 રૂપિયા નો ચાર્જ ફાસ્ટેગ માંથી કપાઈ જાય છે. જેથી કરીને યાત્રિકો ને લાંબી લાઈનો કે રોકડા તથા છુંટા પૈસાની જંજટ રહેતી નથી.
ભૂપેન્દ્ર 'દાદા'ની મોટી જાહેરાત; હિંમતનગરની હદ વધારાઈ, જમીનના રાતોરાત ઉંચકાઈ જશે ભાવ
આ ફાસ્ટેગ વાળા પાર્કિંગમાં વાહન પ્રવેશે ત્યારે તેના ટાઈમિંગ વળી સ્લીપ યાત્રિક ને આપવામાં આવે છે ને જયારે પરત બહાર નીકળે ત્યારે તે સ્લીપ બતાવતા નિયત કરાયેલો સામાન્ય દર રૂપિયા 50 કપાઈ જાય છે આ પાર્કિંગ માં પ્રવેશેલી કાર્યમાં જો ફાસ્ટેગ ન હોય તો પણ યાત્રિકો પોતાનું વાહન તેટલાજ રૂપિયા 50 માં પોતાનું વાહન રોકડ ચૂકવીને પણ પાર્કિંગ કરી શકે છે.
તારક મહેતા...ના બબીતાજી વિશે થયો અત્યંત ચોંકાવનારો દાવો, જાણીને વિશ્વાસ નહીં કરી શકો
આ ફાસ્ટેગ વાળા પાર્કિંગ ને લઇ યાત્રિકો પણ ભારે ખુશી વ્યક્ત કરી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને વાહન ની સંપૂર્ણ સુરક્ષા CCTV કેમેરા થી સજ્જ કરવામાં આવી છે જેથી આ પાર્કિંગ માં વાહન મુકનાર ચાલાક પોતાનું વાહન પાર્ક કરીને વાહન ની તેમજ વાહન માં રહેલા માલ સમાન ની સલામતી મહેસુસ કરી રહ્યા છે.
મિત્રતાના સંબંધ પર લાંછન; માત્ર આ વહેમના ચક્કરમાં સુરતમાં મિત્રે મિત્રની કરી હત્યા
જોકે હાલ માં જેમ પ્રાયોગિક ધોરણે એક પાર્કિંગ માં આ ફાસ્ટેગ ની સુવિધા સજ્જ કરવામાં આવી છે ને જેમાં માત્ર 80 વાહન ની મર્યાદા હોવાથી અન્ય વાહન બહાર નીકળે તો જ બીજા વાહન ને પાર્કિંગ કરવાનો મોકો મળી શકે છે જેથી કરીને આગામી સમય માં અંબાજી મંદિર ના અન્ય 7 જેટલા પાર્કિંગો માં ફાસ્ટેગ ની સુવિધા સજ્જ કરવા પ્રક્રિયા હાથ ધરી છે.
IPL 2024 પહેલા દિલ્હી કેપિટલ્સને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી અચાનક થયો બહાર