IPL 2024 પહેલા દિલ્હી કેપિટલ્સને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી અચાનક થયો બહાર
Harry Brook IPL: ઈંગ્લેન્ડના યુવા બેટર હેરી બ્રૂકે વ્યક્તિગત કારણોના લીધે 22 માર્ચથી શરૂ થઈ રહેલી આઈપીએલ-2024માં ન રમવાનો નિર્ણય લીધો છે. ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલા દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના ક્રિકેટર હેરી બ્રૂકે અંગત કારણોથી આઈપીએલ 2024માં રમવાની ના પાડી દીધી છે. દિલ્હી કેપિટલ્સે ચાર કરોડ રૂપિયામાં આ બેટરને તેની ટીમમાં સામેલ કર્યો હતો. આ પ્રથમવાર નથી જ્યારે બ્રૂકે ક્રિકેટ પ્રતિબદ્ધતાઓથી હટવાનો નિર્ણય કર્યો છે. તેણે તાજેતરમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝમાંથી પણ નામ પરત ખેંચી લીધુ હતું. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ અને ટીમ મેનેજમેન્ટે આ દરમિયાન બ્રૂક અને તેના પરિવારની નિજતાનું સન્માન કરવાની વિનંતી કરી છે. અંગત કારણોનો હવાલો આપતા અંગ્રેજી ખેલાડીઓના ટૂર્નામેન્ટમાંથી હટવાને લઈને આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓમાં અસંતોષ છે. અચાનક હટવાને કારણે ટીમોનું પ્લાનિંગ ખરાબ થઈ જાય છે. આઈપીએલ ફ્રેન્ચાઇઝી ભારતીય ક્રિકેટ બોર્ડ સામે આ મુદ્દો ઉઠાવવાનો વિચાર કરી રહી છે.
આ પ્લેયર્સ પણ હટ્યા
આઈપીએલની ફ્રેન્ચાઇઝી અધિકારીએ કહ્યું- એકવાર જ્યારે ખેલાડી હરાજી માટે રજીસ્ટ્રેશન કરાવે છે તો તેણે પોતાની પ્રતિબદ્ધતાનું સન્માન કરવું જોઈએ. તેનું પાછળ હટવું બિન-પ્રોફેશનલ છે અને બીસીસીઆઈએ આ વિશે જાણકારી આપવી જોઈએ. આ રીતે હટી જવાના ઉદાહરણોમાં એલેક્સ હેલ્સ, જેસન રોય અને મિચેલ સ્ટાર્ક જેવા ખેલાડી સામેલ છે. દિલ્હી કેપિટલ્સના અધિકારીઓએ સ્થિતિ પર કોઈ ટિપ્પણી કરી નથી અને બ્રૂકના રિપ્લેશમેન્ટની શોધમાં છે.
SRH થી રમી ચૂક્યો છે બ્રૂક
હેરી બ્રૂક, બેન સ્ટોક્સ અને બ્રેન્ડન મેકુલમના નેતૃત્વવાળી વર્તમાન ઈંગ્લેન્ડ ટીમમાં બેઝબોલ સ્ટાઇલ ક્રિકેટમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ પાછલા વર્ષે આઈપીએલમાં તેનું પ્રદર્શન આશા પ્રમાણે રહ્યું નહીં. 2023ની સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદે તેને 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તે 11 મેચની 11 ઈનિંગમાં 21ની એવરેજથી 190 રન બનાવી શક્યો હતો. તેણે ટૂર્નામેન્ટમાં માત્ર એકવાર મોટી ઈનિંગ રમતા સદી ફટકારી હતી. ત્યારબાદ ટીમે તેને રિલીઝ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે