ઉદય રંજન/અમદાવાદ: ગુજરાતમાં દરરોજ દિવસે છેડતીના બનાવો સામે આવી રહ્યા છે. ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ હજી તો ભુલાયો નથી ત્યાં જ વધુ એક આવી જ ઘટના બનતા રહી ગઇ. અમદાવાદના સરદારનગરમાં પરિણીતા પર એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ છરી વડે હુમલો કરતા સનસનાટી મચી ગઈ હતી. હાલ ઈજાગ્રસ્ત પરિણીતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના પ્રદેશ પ્રમુખ અને સીએમના ગઢમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારો, ભાજપ પડદા પાછળ


અમદાવાદમાં બીજા દિવસે પણ એક પ્રેમી દ્વારા પ્રેમિકા પોતાનું કહ્યું ન માનતા એકબીજા સાથે ઝપાઝપી થયા બાદ પ્રેમિકા પર પ્રેમીએ ચપ્પુ વડે હુમલો કરતાં ગળાના ભાગે ઈજા પહોંચી. સરદાર નગર વિસ્તારમાં બનેલી ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી. જોકે પ્રાથમિક તપાસમાં મોટી અને મહત્વની બાબત સામે આવી, જેમાં પ્રેમી યુવક અને પરણીતા વચ્ચે એક વર્ષ પહેલા મૈત્રી કરાર થયો હતો. અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં નોબલ નગર પાસે રહેતા એક પરિણીત મહિલા અને તેના પ્રેમી વચ્ચે રકઝક દરમિયાન પ્રેમી પાસે રહેલ એક ચપ્પુ પ્રકારના કટર થકી પ્રેમિકાના ગળાના ભાગે હુમલો કર્યો, જેથી ગંભીર ઈજા પહોંચી, જે બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી.


ગુજરાતમાં બાગેશ્વર બાબાને ભાજપનું ફૂલ સમર્થન! સુરતમાં દિવ્યદરબારમાં પાટીલ પહોંચશે 


ઘટના બાદ પરણિત મહિલા એ સરદાર નગર પોલીસ સ્ટેશનમાં નવીન કોસ્ટી નામના શખ્સ સામે ચપ્પુ વડે હુમલો કરી હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી. પરિણીત મહિલાના પરિવારજનોનો દાવો છે કે વારંવાર હુમલો કરનાર નવીન કોસ્ટી મહિલા સાથે લગ્ન કરવાની માંગણી કરતો અને તેના પરિવારજનોને ધાક ધમકી આપતો હતો. પરિવારજનોનો એ પણ દાવો છે કે માત્ર ચાર મહિનાથી આરોપી સાથે પરિણીતાનો સંપર્ક થયો હતો જે બાદ બળજબરીપૂર્વક સંબંધ બાંધવા પ્રયાસ કરતો.


પ્રેમીઓને મીઠી ભાષામાં કડક ચેતવણી, ગુજરાતની ધરતી પર પ્રેમ કરવો એ ગુનો નથી, પણ..


ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી નવીન કોસ્ટી ની સરદાનગર પોલીસે ધરપકડ પણ કરી લીધી. ધરપકડ બાદ એક મોટી અને ચોકાવનારી બાબત સામે આવી છે, હકીકતમાં પરણિત મહિલા અને નવીન કોસ્ટી નામના શખ્સ વચ્ચે એક વર્ષ પહેલા મૈત્રી કરાર થયો હતો. જેથી નવીન અને તેના પરિવારજનો તેને સમજાવીને ઘરે લાવવા માટે પહોંચ્યા હતા પરંતુ બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો. 


બાયડી બાયડી કહીને બોલાવતા અમદાવાદનો એન્જિનિયર બગવાયો! કહ્યું અટક એવી છે હું શું કરું


પરિણીત મહિલા ના 15 વર્ષ પહેલા લગ્ન થયા હતા. જોકે તેના પતિ સાથે પણ બનાવ બનતા છેલ્લા આઠ વર્ષથી પિયરમાં રહેવા આવી હતી, જ્યાં પોતાના દીકરા ઓને રીક્ષામાં શાળાએ મોકલતા મૂળ રિક્ષા ચાલક નવીન કોસ્ટી નામના વ્યક્તિ સાથે પરિચયમાં આવી અને મિત્રતા થઈ.


પત્નીએ કહ્યું તમતમારે મોજ કરાવે એવી બીજી લઈ આવો, રંગીલો પતિ સાચુકલી બીજી લઈ આવ્યો


પરિણીતી હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ લઈ રહી છે અને તેની હાલત સ્થિર છે. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવશે. ઘટના બાદ પરિવાર જનો માં ભયનો માહોલ છે. ગઇકાલે નિકોલ પોલીસ સ્ટેશનમાં પણ એક પ્રેમિકા સતત અને બે બાળકોના અપહરણની ઘટના સામે આવી હતી, જે બાદ આજે ફરી એકવાર પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ની ઘટનામાં પ્રેમિકા નો જીવ જોખમમાં મુકાયો