ઝી બ્યુરો/ભરૂચ: વિદેશમાં વસતા ગુજરાતીઓ પર હુમલો થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. થોડા દિવસ પહેલા સાઉથ આફ્રિકા ખાતે મૂળ ગુજરાતી યુવકની હત્યા થઈ હતી, ત્યારે ભરૂચ આફ્રિકામાં ફરી ગુજરાતી પર હુમલો થવાનો સમાચાર મળી રહ્યા છે. કરજણ તાલુકાના સાંસરોદ ગામના મુખ્તારભાઈ સુફી દક્ષિણ આફ્રિકાના વેન્ડા ટાઉન સેન્ટર ખાતે હમલાવરોની ગોળીબારમાં ઘાયલ થયા છે. આ હુમલામાં તેમની પત્નીને પણ ગંભીર ઈજા થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટા સમાચાર; સાળંગપુરમાં આગામી 2 દિવસ બાદ વિવાદિત ભીંતચિત્રોને હટાવાશે:કોઠારી સ્વામી
 
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા સાઉથ આફ્રિકા ખાતે મૂળ ગુજરાતી યુવકની હત્યા થતા ખળભળાટ મચ્યો હતો. ભરૂચના મનુબર ગામના આસિફ ભાઈ લિયાક્ત સંત નામના વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. આફ્રિકાના પીટોરીયા નજીકના ટાઉનમાં લોકલ ઈસમ અને મૂળ ગુજરાતી યુવાન વચ્ચે મારામારી થઈ હતી. આસિફ ભાઈ લિયાક્ત સંત મનુબર ગામથી રોજગારી માટે  આફ્રિકા ગયા હતા. પરંતુ તેમની હત્યાથી પરિવારમાં શોકનો માહોલ છે.


ઉડતા ગુજરાત! ગાંજાની લેબમાં મોટી કાર્યવાહી; હાથ લાગ્યા 200 કુંડામાં છોડ, યુવાધનને...


પીટોરીયા નજીકના ટાઉનમાં અકસ્માત જેવી સામાન્ય બાબતે હત્યા થઈ હોવાનું કારણ જાણવા મળી રહી છે. સાઉથ આફ્રિતાના લોકલ ઈસમ અને મૂળ ગુજરાતી યુવાન વચ્ચે મારામારી થઈ હતી. મારામારીની ઘટનામાં તિક્ષણ હથિયાર વડે હુમલો થતા ભરૂચના વતની યુવાનનું મોત થયું હતું. મૂળ ભરૂચના મનુબર ગામના આસિફ ભાઈ લિયાક્ત સંત નામના ઈસમની હત્યા થઈ છે. જેના કારણે સ્વદેશમાં વસ્તા પરિવાર જનોમાં શોકનો માહોલ પ્રસર્યો હતો.


હનુમાનજીના વિવાદિત ભીતચિત્રો વચ્ચે RSSની એન્ટ્રી; રામ માધવે સાધુ સંતો સાથે મુલાકાત