વડોદરામાં દીકરીના જન્મ દિવસે જ ટાંકી પરથી લપસી જતા પિતાનું મોત, પરિવારને હત્યાની આશંકા
શહેરના વડસર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાનનું સાતમા માળે પટકાવાને કારણે મોત નિપજ્યું હતું. તપાસ કરતા સામે આવ્યું કે, દિવસે મૃતકની દીકરીનો જન્મ દિવસ હોવાથી તે વહેલા વડોદરાથી અમદાવાદ જવાનું હતું. જો કે તેના ફ્લેટમાં થોડા દિવસોથી પાણી નહી આવતું હોવાથી તે ફ્લેટની ટાંકી પર ચડ્યા હતા. દરમિયાન કોઇ કારણોસર પગ લપસતા તે નીચે પટકાયા હતા. ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. હાલ તેમનો પરિવાર અકસ્માત નહી પરંતુ હત્યા હોવાનો આરોપ લગાવી રહ્યા છે.
વડોદરા : શહેરના વડસર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાનનું સાતમા માળે પટકાવાને કારણે મોત નિપજ્યું હતું. તપાસ કરતા સામે આવ્યું કે, દિવસે મૃતકની દીકરીનો જન્મ દિવસ હોવાથી તે વહેલા વડોદરાથી અમદાવાદ જવાનું હતું. જો કે તેના ફ્લેટમાં થોડા દિવસોથી પાણી નહી આવતું હોવાથી તે ફ્લેટની ટાંકી પર ચડ્યા હતા. દરમિયાન કોઇ કારણોસર પગ લપસતા તે નીચે પટકાયા હતા. ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. હાલ તેમનો પરિવાર અકસ્માત નહી પરંતુ હત્યા હોવાનો આરોપ લગાવી રહ્યા છે.
Gujarat Corona Update: નવા 547 કેસ, 419 દર્દી સાજા થયા એક પણ મોત નહી
વડોદરા શહેરમાં વડસરના ડ્રીમ આત્મનવન ફ્લેટમાં રહેતા ટોનિસ ક્રિશ્ચિયન (ઉ.વ 35) ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓ અહીં ફ્લેટમાં પોતાના મિત્રો સાથે રૂમ રાખીને રહે છે. અન્ય યુવકો સાથે રહેતા હતા. છેલ્લા 2 દિવસથી રૂમમાં પાણી નહી આવતું નહોતું. જ્યારે આજે દિકરીનો જન્મ દિવસ હોવાથી તેઓની ઓફીસમાં વહેલા કામ પતાવીને અમદાવાદ માટે નિકળવાના હતા. જો કે વહેલા આવી જતા તેઓ ફ્લેટની ટાંકી પર રિપેરિંગ કરવા માટે ચડ્યા હતા. દરમિયાન પગલ લપસી જતા તેમનું મોત નિપજ્યું હતું.
રથયાત્રામાં જડબેસલાક બંદોબસ્ત, ચહેરાઓની ચોકી કરશે આ ખાસ કેમેરો
ફ્લેટમાં રહેતા રૂમમેટ દ્વારા ટોનિસ થોડા સમયમાં નહી આવતા તપાસ કરતા તે સોસાયટીના કમ્પાઉન્ડમાં લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. આ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા. જ્યાં ફરજ પરના હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. માંજલપુર પોલીસે હાલ તો આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી છે. જો કે પરિવારનો આક્ષેપ છે કે, ટાંકી અને ધાબાની પાળી વચ્ચે ઘણુ અંતર છે. કોઇ વ્યક્તિ લપસવાની હાલતમાં તે આટલા દુર પટકાય નહી. આ કોઇ દ્વારા ફેંકવામાં આવ્યાની આશંકા છે. હાલ પોલીસ આ અંગે તપાસ ચલાવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube