Gujarat Corona Update: નવા 547 કેસ, 419 દર્દી સાજા થયા એક પણ મોત નહી
Trending Photos
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના કુલ 547 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 419 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,18,042 દર્દીઓએ કેરેનાને મ્હાત આપી છે. જો કે સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ઘટીને 98.86 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે બીજી તરફ કોરોના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 70,872 ડોઝ અપાઇ ચુક્યાં છે.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના કુલ 3042 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટિલેટર પર છે. 3037 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત 12,18,042 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. આ ઉપરાંત કોરોનાને કારણે કુલ 10,946 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 222, સુરત કોર્પોરેશનમાં 82, વડોદરા કોર્પોરેશનમાં 46, વલસાડમાં 22, મહેસાણા 18, નવસારી 18, ગાંધીનગર કોર્પોરેશન 16, ભરૂચ 15, કચ્છ 15, રાજકોટ કોર્પોરેશન 15, જામનગર કોર્પોરેશન 13, સુરત 11, આણંદ 10, ભાવનગર કોર્પોરેશન 7, ગાંધીનગર 6, અમદાવાદ 5, મોરબી 5, પાટણ 5, રાજકોટ 4, વડોદરા 3, બનાસકાંઠા, ભાવનગર, જામનગર 2-2, બોટાદ, ખેડા અને પોરબંદરમાં 1-1 કેસ સહિત કુલ 547 કેસ નોંધાયા હતા.
બીજી તરફ કોરોનાના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 2656 ને રસીનો પ્રથમ, 13002 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 805 ને રસીનો પ્રથમ તથા, 5661 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 29973 ને પ્રીકોર્શન ડોઝ અપાયા હતા. 12-14 વર્ષના નાગરિકો પૈકી 8736 ને રસીનો પ્રથમ અને 10039 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 70,872 ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 11,14,32,849 ડોઝ અપાઇ ચુક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે