સુરત : 4 દિવસ પહેલા સુરત શહેરના છેવાડે આવેલા ગામના સસરા પુત્રવધુને લઇને ભાગી ગયા હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. સોશિયલ મીડિયાના ઝેરથી સમાજનું મોઢુ બતાવવાને લાયક નહી રહેતા આ સસરાએ તેમની દીકરી જેવી વહુએ પોતાની વેદના મીડિયા સમક્ષ ઠાલવી હતી. આ ઘટનામાં સસરાએ આ અફવા ફેલાવનારા વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોમાસાની સ્થિતીએ અમદાવાદ કલેક્ટર કચેરી સ્થિત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સજજ

જો કે પોલીસે ફરિયાદ નહી નોંધતા સસરા અને તેના પરિવારજનો અને તેની સોસાયટીના રહીશો વિરોધ કરી રહ્યા છે. આજે સસરા અને પુત્રવધુ એક સાથે સામે આવ્યા હતા. જ્યારે ન્યાય નહી મળે તો સસરાએ કલેક્ટર કચેરી સામે કેરોસિન છાંટીને બળી મરવાની ચીમકી ઉચ્ચારી હતી. 


શિપિંગ મંત્રાલયે ૧ લાખથી વધુ ખલાસીઓ માટે પરિવર્તનની પ્રક્રિયા સુગમ બનાવી

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર શહેરના છેવાડે ગામમાં આવેલી સોસાયટીમાં રહેતા આધેડ વયના સસરા યુવાન વયની પુત્રની વહુને લઇને ભાગી ગયા હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. સોશિયલ મીડિયામાં બંન્નેના ફોટા અને નામ સાથે પોસ્ટ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયામાં સસરા અને પુત્રવધૂના આડા સંબંધની જાણ થયાનાં બીજા જ દિવે ભાગી ગયા હોવાનું લખવામાં આવ્યું હતું. 


સરકારે ભારે વરસાદ બાદ નુકસાનીનો સર્વે શરૂ કર્યો, દરેક પીડિતને રાહતનું આશ્વાસન

સોશિયલ મીડિયામાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે, સસરા પુત્રવધુને ભગાવી જતા પુત્ર પર સામાજિક ટીકાનો વરસાદ. નારાજ પુત્રએ ભાગેલાની ભાળ આપનારને 50 હજારનાં ઇનામની જાહેરાત કરી. જો કે ત્યાર બાદ સસરાએ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં મુક્યો હતો. જેમાં કહ્યું કે, આ માત્ર એક અફવા છે. આ અંગે પોલીસ અરજી કરવામાં આવી છે. સમાજના તમામ આગેવાનો અમારી સાથે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર