ઝી બ્યુરો/સુરત: સુરતના અમરોલીમાં શાકભાજીના ધંધાની તકરારમાં પુત્રની સામે જ પિતાના હત્યા મામલે પોલીસે એક બાળ કિશોર સહીત ચારની સાવરકુંડલાથી ધરપકડ કરી છે. આરોપીઓ શાકભાજીના વેપારી ઉપર ધંધાની અદાવત રાખીને તલવાર અને ચપ્પુથી હુમલો કર્યો હતો. જેમાં વેપારીના પિતાનું મોત થયું હતું. જ્યારે તેના ઈજાગ્રસ્ત ભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે મામલે અમરોલી પોલીસે અલ્પેશ ભૂપત ઓગાણિયા, ભૂપત ગગજી, અનિલ અને ગુડું સામે હત્યાનો ગુન્હો નોંધ્યા હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Satta Bazar પર કેમ છે ભાજપ-કોંગ્રેસની નજર? ચૂંટણી પરિણામ પહેલાં 'ફલોદી'નો મોટો ધડાકો


સુરતના અમરોલીમાં શાકભાજીના ધંધાની તકરારમાં પુત્રની સામે જ પિતાના હત્યા મામલે પોલીસે એક બાળ કિશોર સહીત ચારની સાવરકુંડલાથી ધરપકડ કરી છે. અમરોલી વિસ્તારમાં ગત 6 મેની સાંજે શનિ સોલંકી મોટા વરાછા શાકભાજીનો વેપાર કરવા ગયો હતો. ત્યાં ધંધો કરતા પડોશી અલ્પેશ અને તેના પિતા ભૂપતે શનિને ધમકી આપી હતી. રાત્રે શનિ પરિવાર જમવા બેઠો હતો ત્યારે અલ્પેશ અને તેના પિતા સહિત 4 લોકો તલવાર અને ચપ્પુ લઈ ધસી આવ્યા હતા. 


જલદી કરજો! અખા ત્રીજ પહેલા સોનામાં કડાકો...રોકાણની સારી તક, એક તોલા સોનાનો ભાવ જાણો


શનિના પિતા અતુલ પર અલ્પેશે હુમલો કર્યો હતો. પિતાને બચાવવા ગયેલા મહેશને પણ આરોપીઓએ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. અતુલ સોલંકીને સ્મીમેર ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. જ્યારે મહેશની હાલત હાલ પણ ગંભીર છે. આ બાબતે ડીસીપી રાકેશ બારોટે જણાવ્યુંકે, ગત 6 મેં ના રોજ અમરોલી પોલીસ સ્ટેશનમાં આવેલ અમરોલી કોસાડ આવાસમાં એક હત્યાનો બનાવ બન્યો હતો.


પિતૃઓના આશીર્વાદથી બનવું હોય ધનવાન તો ગરુડ પુરાણની આ 5 વાતનું રાખો ધ્યાન


આરોપી અને ફરિયાદીઓ ઉત્રાણ બ્રિજ નીચે શાકભાજી વેચવાનું કામ કરતા હતા. જેમાં આરોપી ક્યામી જગ્યા ઉપર ધંધો કરતો હતો. જ્યાં બાજું માં જ ફરિયાદ શાકભાજી વેચવા માટે ગયા હતા ત્યાં આરોપીએ ફરિયાદીને કહ્યું હતું કે, અહીં બાજુમાં આવું નહિ અને ધંધો કરવો નઈ એમ કહીને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી જેમાં બંને વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી અને અંતે સાંજે આરોપીઓ સાંજે ફરિયાદીના ઘરે ગયા હતા જ્યાં આરોપીઓએ ફરિયાદી ઉપર અને તેમના સગા સંબંધીઓ ઉપર તલવારથી હુમલો કર્યો હતો. 


IPL 2024: રાહુલે છોડી દેવી જોઈએ LSGની ટીમ, ગોયેન્કાનો ખખડાવતો વીડિયો થયો વાયરલ


જ્યાં એકને પેટમાં તલવાર વાગતા મોત થઇ ગયું હતું જ્યારે અન્ય સગા સંબંધીઓને ઈજાઓ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જે મામલે અમરોલી પોલીસે એક બાળ કિશોર સહીત કુલ 4 આરોપી ભૂપત ઓગાણિયા, ભૂપત ગગજી, અનિલ અને ગુડુંની અમરેલીના સાવરકુંડલાથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.