હિમાંશુ ભટ્ટ, મોરબી: મોરબી જિલ્લાના રાયસંગપર ગામે પિતા પુત્ર તણાયા હોવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદને પગલે મોરબી જિલ્લાના નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. ત્યારે ભારે વરસાદને કારણે પાણીના પ્રવાહમાં તણાતા પુત્રને બચાવવા જતા પિતા પણ તાણાયા હતા. ઘટનાની તંત્રને જાણ કરતા રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાજ્યના આ બે શહેરમાં આભ ફાટ્યું, છેલ્લા 24 કલાકમાં 13 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો


મોરબી જિલ્લાના રાયસંગપરથી હળવદ અવતા પિતા-પુત્ર પાણીમાં તણાયા હતા. મોરબી જિલ્લાના રાયસંગપરમાં શ્રીપાલભાઇ નારાયણભાઇ ઉ 18 અને નારાયણભાઇ બેચરભાજી દલવાડી 45 પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. પુત્ર પાણીમાં તણાયા બાદ પિતા બહાર કાઢવા જતા બંને પાણીમાં તણાયા હતા. બંને પાણીમાં તણાતા રેસ્ક્યૂ માટે તંત્રને જાણ કરાઇ હતી. હળવદના ટીડીઓ સ્થળ ઉપર જવા રવાના થયા છે. ત્યારે તંત્ર પિતા-પુત્રનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું છે.


આ પણ વાંચો:- મોરબીમાં જળબંબાકાર: ટંકારામાં 10 ઈંચથી વધુ વરસાદથી લોકો ફસાયા, મચ્છુ ડેમ ઓવરફ્લો


ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં વહેલી સવારે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મોરબી જિલ્લામાં વહેલી સવારે બે કલાકમાં હળવદમાં 3 ઈંચ, મોરબીમાં 2 ઈંચ, ટંકારામાં પોણો ઈંચ, વાંકાનેર અને માળીયામાં અડધો ઈંચ વરસાદ નોંધોય છે. જ્યારે મોરબી જિલ્લાના ટંકારમાં છેલ્લા 18 કલાકમાં 10 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.


આ પણ વાંચો:- અંબાજી મંદિરને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ, દર્શનાર્થીઓ માટે આજથી મંદિરના દરવાજા બંધ


મોરબી જીલ્લાના તમામ તાલુકામાં છેલ્લા 18 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. મોરબી જિલ્લામાં સાડા ત્રણથી લઇને 10 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ટંકારા તાલુકામાં સૌથી વધુ 10 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે. મોરબી શહેર અને તાલુકામાં પોણા 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે માળિયા તાલુકામાં સાડા ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. હળવદ તાલુકામાં પણ સાડા ત્રણ ઈચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર