અમદાવાદમાં બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતે પિતા પુત્ર પર છરી વડે હૂમલો, એકનું મોત
નારોલમાં બાઇક અથડાવવા બાબતે પિતા પુત્ર પર જીવલેણ હુમલામાં વૃદ્ધ પિતાનું મોટ થયું છે. જો કે દીકરાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે. જો કે હાલ તો આ સમગ્ર મામલે ચકચાર મચી જવા પામી છે. હાલ તો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે.
મૌલિક ધામેચા/અમદાવાદ : નારોલમાં બાઇક અથડાવવા બાબતે પિતા પુત્ર પર જીવલેણ હુમલામાં વૃદ્ધ પિતાનું મોટ થયું છે. જો કે દીકરાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે. જો કે હાલ તો આ સમગ્ર મામલે ચકચાર મચી જવા પામી છે. હાલ તો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે.
BHAVNAGAR માં લવ જેહાદ બાદ હવે લેન્ડ જેહાદીઓ સક્રીય, હિન્દુઓ કરોડોની સંપત્તી મફતના ભાવે વેચવા મજબુર
પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ આરોપી પ્રજ્ઞેશ પંડયા, સચિન શર્મા અને સંદીપે પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે. જેને પગલે 64 વર્ષના લચ્છીરામ મોત નિપજ્યું હતું. જ્યારે તેમનો પુત્ર વિવેક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. ઘટના કંઈક એવી છે કે, મૃતક લચ્છી રામ અને તેનો પુત્ર વિવેક સરદાર પટેલ એસ્ટેટ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન આરોપીની બાઈક અથડાતા વિવેકે આરોપી સાથે તકરાર કરી હતી. જેની અદાવત રાખીને ત્રણેય આરોપીએ છરીના ઘા ઝીંકીને હુમલો કર્યો હતો. જેમાં લચ્છી રામનું મોત નીપજ્યું હતું. જ્યારે વિવેક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ગુજરાતનું એ સ્થળ જ્યાં સુર્યના કિરણો સીધા જ પડે છે ત્યાંની સ્થિતિ કેવી છે જાણો
મૃતક લચ્છીરામ સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરે છે. બે દિવસ પછી પિતા પુત્ર પોતાના વતન ઉત્તર પ્રદેશ જવાના હતા. જેથી પિતા પુત્ર અંગત કામથી તેઓ ઘરેથી નીકળ્યા હતા. ત્યારે સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધું અને એક વૃદ્ધને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. મહત્વનું છે કે, આરોપી પ્રજ્ઞેશ સચિન અને સંદીપ બાઇક ઉપર જઇ રહ્યા હતા. ત્યારે વિવેક સાથે બાઇક અથડાવવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખીને આરોપીઓએ પિતા-પુત્ર ઉપર છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. નારોલ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. નારોલ પોલીસે હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરીને અન્ય કોઈ ગુના આચર્યા છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube