ગુજરાતનું એ સ્થળ જ્યાં સુર્યના કિરણો સીધા જ પડે છે ત્યાંની સ્થિતિ કેવી છે જાણો
Trending Photos
શૈલેષ ચૌહાણ/ઇડર : ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં ઇડરિયા ગઢને લઈ ગરમીનો પારો દિવસે દિવસ વધતો જોવા મળી રહ્યો છે. જો કે ઇડર શહેરમાં સમગ્ર ગુજરાતમાં સૌથી ગરમ શહેર માનવામાં આવે છે. અને બપોરના સમયમાં કરફ્યુ જેવો માહોલ જોવા મળે છે. ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે ગરમીનો પારો વધતો જાય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના માત્ર ઇડર શહેરમાં સૌથી વધુ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.
જો કે ૪૧ થી ૪૨ ડીગ્રી વધુ તાપમાન રહે છે. અત્યારે હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ઇડર શહેરમાં માત્ર ઇડરિયા ગઢને લઈ ગરમીનો પ્રમાણ વધારે હોય છે. ઈડરના આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં ઇડરિયા ગઢના કારણે ગરમી વધારે રહે છે. બપોરના સમયે ગરમી પ્રમાણ વધારે હોવાથી જાણે શહેરમાં રસ્તાઓ સુમસામ જોવા મળે છે. ૪૨ ડીગ્રી થી વધારે તાપમાન પહોંચી જાય છે, ત્યારે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. જો કે શહેરના સ્થાનિક લોકોનું માનવું છે કે, વૃક્ષ વધારે હોય તો ગરમીનો પ્રમાણ ઘટી શકે પરંતુ વૃક્ષઓનું નાશ થવાથી ઇડર શહેરમાં સૌથી ગરમી તાપમાન ડીગ્રી સુધી પહોંચી જાય છે.
આમ તો લોકો પણ ગરમીથી બચવા માટે વિવિધ નુસ્ખા અપનાવી રહ્યા છે. જ્યારે ગરમી ધીરે ધીરે રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. જો કે ઇડર શહેરમાં ઇડરિયા ગઢ પર સૂરજના કિરણો સીધા પડવાથી આસપાસ રહેણાંક વિસ્તારોમાં વધારે ગરમીનો તાપમાન જોવા મળે છે. જિલ્લામાં અનેક શહેરો કરતા પણ ઇડર શહેરમાં વધારે તાપમાન નોંધાય છે. જોકે સ્થાનિક લોકો પણ અત્યારથી જ ગરમીમાં શેકાઈ રહ્યા છે. જ્યારે ગરમીની આગાહી વચ્ચે આગામી સમયમાં કેટલા અંશે ગરમીનો પારો પહોંચે અને સ્થાનિકોને દઝાડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે