જાડી ચામડીના સરકારી બાબુઓથી કંટાળીને લાચાર પિતાનો આપઘાત! દીકરી માટે જાતિનો દાખલો ન મળતા જીવન ટૂંકાવ્યું

Father Suicide : મહીસાગરના કડાણા તાલુકામાં એક પિતાએ દીકરી માટે જાતિનો દાખલો કાઢવા સરકારી કચેરીઓના ધક્કા ખાધા, છતાં દાખલો ન મળતા મામલતદાર પર આક્ષેપ મૂકીને આત્મહત્યા કરી
Mahisagar News મહીસાગર : દીકરી માટે જાતિનો દાખલો ન મળતા એક પિતાએ આત્મહત્યા કરી લેવાની ઘટના મહીસાગર જિલ્લામાં બની છે. મહીસાગરના કડાણાના રણકપુર ગામે જાતિનો દાખલો અંગ્રેજીમાં ના મળતા પિતાએ આત્મહત્યા કરી મોત વ્હાલું કર્યું. ધક્કા ખાવા છતાં યોગ્ય ન્યાય ન મળતા પિતાએ જીવન ટૂંકાવ્યું. પિતાના મૃતદેહ પાસેથી સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં નાયબ મામલતદાર, મામલતદાર ત્રાસ આપતા હોવાનો આરોપ મૂકાયો છે અને મામલતદારના ત્રાસને કારણે આત્મહત્યા કર્યાનો આરોપ લગાવાયો.
કડાણા તાલુકાના રણકપુર ગામે જાતિનો દાખલો ન મળતા એક પિતાએ જીવન ટૂંકાવ્યું. રણકપુર ગામનાં ડામોર ઉદાભાઈએ પુત્રી માટે જાતિનો અંગ્રેજી દાખલો મેળવવા અરજી કરી દાખલો ન મળતા આત્મહત્યા કરી છે. પુત્રી ધ્રુવીશાના દાખલા માટે ઉદાભાઈને અનેક ધક્કા ખાવા છતાં યોગ્ય ન્યાય ન મળતા તેમણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું.
ડામોર ઉદાભાઈ દ્વારા કડાણા મામલતદારના અવાર નવાર ધક્કા ખાતા અંતે કોઈ દિશા ન મળતા ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. ડામોર ઉદાભાઈ પાસેથી સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં નાયબ મામલતદાર તેમજ મામલતદાર ત્રાસ આપતા હોવાને લઈ જીવન ટૂંકાવ્યાનો ઉલ્લેખ કરાયો છે.
સુરતના હીરા ઉદ્યોગમાં મંદી અંગે ગોવિંદ ધોળકિયાનું મોટું નિવેદન, બીજા વેપારીઓ ગિન્નાય
તો બીજી તરફ, અનેક પુરાવા આપવા છતાં એક મહિનાથી સતત ધક્કા ખવડાવતા હોવાના આક્ષેપો પરિવારે કર્યા છે. ત્યારે મામલતદાર અને નાયબ મામલતદાર સામે ફરિયાદ નોંધાવા પરિવાર અને સ્થાનિક લોકોએ માંગ કરી છે. વિશ્લેષણ સમિતિના તમામ પુરાવા આપવા છતાં પણ પરિવારને દાખલો ન મળતા પરિવારનાં મોભીએ આત્માહત્યા કરી.
ઉદાભાઈ ડામોર કડાણા પોલીસ સ્ટેશન ખાતે જી.આર.ડી વિભાગમાં નોકરી કરતા હતા. આખરે પોતાની દીકરીને નોકરી માટે અંગેજી દાખલાની જરૂર હોવાને લઈ ન મળતાં મોતને વ્હાલુ કર્યું. સરકારી બાબુઓ સામે જંગ હારી જતા તેમણે ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી.
આ અંગે પરિવાર પાસે ગુજરાતી જાતિનો દાખલો હોવાનું રટણ જ્યારે મામલતદારમાં તે દાખલો ન મૂકતા હોવાનું મામલતદારનું રટણ કર્યું. મામલતદાર કચેરીમાં જે પુરાવા માંગ્યા હતા, તે પુરાવા ન મુકતા તેઓને પાછા મોકલ્યા હતા.
ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ આવશે, અંબાલાલ પટેલની રાજકીય ભવિષ્યવાણી