અલકેશ રાવ/બનાસકાંઠા :નડિયાદમાં કંપની ખોલી 150 કરોડની ઠગાઈ કરનાર રાહુલ વાઘેલાને બનાસકાંઠા પોલીસે ઝપી પાડ્યો છે. માસ્ટર ડિજિટલ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ કંપની ખોલી તેણે હજારો લોકો સાથે છેતરપિંડી કરી હતી. નડિયાદમાં ડેટા એન્ટ્રીના નામે 21 હજાર લોકોને છેતર્યા હતા. ત્યારે કંપનીના મુખ્ય ડિરેક્ટર રાહુલ વાઘેલાને LCBએ ઝડપી લીધો છે. તેની કંપનીમા નડિયાદ, અમદાવાદ, સુરત,વડોદરાના લોકોના નાણાં ફસાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નડિયાદમાં માસ્ટર ડિજીટલ ટેકનોલોજી પ્રા. લિમિટેડ નામની કંપની ખોલીને હજારો લોકોને તેમાં કરોડો રૂપિયાનું રોકાણ કરાવીને લોકોના પૈસા લઈને ફરાર થનારા કંપનીના મુખ્ય ડિરેક્ટર અને માસ્ટર માઈન્ડ રાહુલ વાઘેલાને બનાસકાંઠા પોલીસે ઝડપી પાડ્યો છે.


આ પણ વાંચો :  હાર્દિક જ નહિ, એક સમયે કોંગ્રેસના આ નેતા પણ હાઈકમાન્ડ સામે બગાવતમાં ઉતર્યા હતા


નડિયાદ શહેરમાં ડભાણ રોડ ઉપર બે વર્ષ પહેલાં માસ્ટર ડિજીટલ ટેકનોલોજી પ્રા.લિમિટેડ નામની કંપની ખોલીને લોકોને મોબાઇલમાં માસ્ટર ડિજીટલ નામની એપ્લિકેશન આપી હતી. જેમાં તે 6 થી 8 ડિજિટના બારકોડ આપીને ડેટા એન્ટ્રી કરવાનું કહીને અંદાજે 22 હજાર લોકોને આઈડી આપ્યા હતા. તેણે વ્યક્તિદીઠ રૂપિયા 25 થી 90 હજારનું કંપનીમાં રોકાણ કરાવ્યુ હતું. લોકોને વધુ વળતરની લાલચ આપીને અને વધારે કમાવવાની લાલચ આપીને જુદા-જુદા પ્રકારનું કામ આપવામાં આવ્યું હતું. તો કેટલાય લોકોને વધુ વળતર આપવાની લાલચ આપીને કંપનીમાં થાપણો લીધી હતી. જેને લઈને શરૂઆતમાં સારું વળતર મળતાં આ કંપનીમાં નડિયાદ સહિત અમદાવાદ, વડોદરા, સુરત, આણંદ સહિત અનેક શહેરોના લોકોને મોટું રોકાણ કર્યું હતું. 


આ પણ વાંચો : શું એક ધારાસભ્યને આવું વર્તન શોભે? ગેનીબેન ભાજપ માટે કાનમાંથી કીડા ખરી પડે તેવુ બોલ્યા


જોકે કંપની દ્વારા લોકોને અચાનક જ વળતર આપવાનું બંધ કરી દેવાયુ હતું. જેથી લોકોએ કંપનીની ઓફિસ ઉપર જઈને હોબાળો મચાવ્યો હતો. ત્યાર બાદ કંપનીના માણસો દ્વારા લોકોના નાણાં ક્રીપ્ટોમાં કન્વર્ટ કરવાની વાત કરાઈ હતી. જોકે ત્યાર બાદ કંપનીનો સંચાલક રાહુલ વાઘેલા અચાનક જ ફરાર થઈ જતા કંપનીમાં કરોડોનું રોકાણ કરનાર લોકોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો હતો. આ કંપનીમાં લોકોના કરોડો રૂપિયા ડૂબી જતાં છેતરાયેલા લોકોએ પોલીસનો સહારો લીધો હતો. 


ત્યારે બનાસકાંઠાની એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, રાહુલ વાઘેલા ધાનેરા પાસે આવેલ ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીકની હોટલ ઉપરથી બસમાં બેસી રાજસ્થાન તરફ જવાની તૈયારીમાં છે. ત્યારે પોલીસે શંકાસ્પદ હાલતમાં આ કૌંભાંડના મુખ્ય માસ્ટર માઈન્ડ આરોપી રાહુલ વાઘેલાની અટકાયત કરી હતી. તેની આકરી પૂછપરછ કરતાં તેણે કંપનીના નામે કરોડો રૂપિયાની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની સામે ગુનો નોંધીને નડિયાદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. 


આ પણ વાંચો : 


હાર્દિક ક્યારે ભાજપમાં જોડાશે? આખરે તારીખ આવી ગઈ સામે... ZEE 24 કલાક પર જુઓ Exclusive ખબર