હાર્દિક ક્યારે ભાજપમાં જોડાશે? આખરે તારીખ આવી ગઈ સામે... ZEE 24 કલાક પર જુઓ Exclusive ખબર

Hardik Patel Will Join BJP : સૂત્રોના હવાલેથી આ એક્સક્લુઝીવ સમાચાર મળી રહ્યા છે. હાર્દિક પટેલ બરાબર બેથી ત્રણ દિવસ પછી એટલે કે 24મી મે, મંગળવારે અથવા તો 26મી મે ગુરુવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે

હાર્દિક ક્યારે ભાજપમાં જોડાશે? આખરે તારીખ આવી ગઈ સામે... ZEE 24 કલાક પર જુઓ Exclusive ખબર

અમદાવાદ :હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી વિદાય લઈ લીધી અને હવે શુ નવાજૂની કરશે તેના પર સૌની નજર છે. ત્યારે ZEE 24 કલાક પર ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. હાર્દિક પટેલ 24 તારીખે અથવા તો 26મી તારીખે ભાજપમાં જોડાઈ શકે છે.

સૂત્રોના હવાલેથી આ એક્સક્લુઝીવ સમાચાર મળી રહ્યા છે. હાર્દિક પટેલ બરાબર બેથી ત્રણ દિવસ પછી એટલે કે 24મી મે, મંગળવારે અથવા તો 26મી મે ગુરુવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. ટુંકમાં આવતા સપ્તાહે ગમે ત્યારે હાર્દિક પટેલ કેસરિયા કરી લેશે. ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર, સૌથી પહેલાં ZEE 24 કલાક આપને આપી રહ્યું છે. 24મી મે અથવા 26મી તારીખે હાર્દિક પટેલ બે કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં ભાજપમાં જોડાઈ શકે છે. 

સૂત્રોના હવાલાથી આ ખબર મળી રહી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને પિયુષ ગોયલ હાજર રહે તેવી પણ શક્યતા છે. ગાંધીનગરના કોબા સ્થિત પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ ખાતે 24 કે 26મી તારીખે 15 હજાર કાર્યકરો સાથે હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. લગભગ બે કે ત્રણ દિવસ પછી હાર્દિક પટેલ ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેસરિયો ધારણ કરી શકે છે . તો વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ 24 કે 26મી તારીખે ભાજપમાં જોડાઈ શકે છે. 

હાર્દિક પટેલ ભાજપમાં જોડાય એ પહેલાંનો ઘટનાક્રમ અમે આપને જણાવી દઈએ. 23મી તારીખે ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાત આવી રહ્યા છે. 24 મેએ પ્રદેશ ભાજપની કારોબારી મળવાની છે અને 28 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટના પ્રવાસે આવે એ પહેલાં જ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. પીએમ મોદી 28 તારીખે ગાંધીનગર અને રાજકોટના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાતમાં આવી રહ્યા છે અને એ પહેલાં જ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ જશે. સૂત્રો તરફથી આ જાણકારી મળી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news