ડ્રગ્સ માફિયાઓમાં ગુજરાત પોલીસનો ખોફ, આ 10 ઓપરેશનોએ માફિયાઓની તોડી કમર
ગુજરાત પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 667 ડ્રગ્સ માફિયાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે અને 25 હજાર 699 કિલો ડ્રગ્સનો જથ્થો પોલીસે કબજે કર્યો છે
ઝી બ્યુરો, અમદાવાદ: ગુજરાત પોલીસ અને ATS દ્વારા ડ્રગ્સ માફિયાઓ પર સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે. ગુજરાત અને ગુજરાતના દરિયાકાંઠાએથી કોસ્ટગાર્ડ સાથે મળીને ગુજરાત પોલીસ અને એટીએસ દ્વારા અવારનવાર રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડનાર ડ્રગ્સ માફિયાની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 667 ડ્રગ્સ માફિયાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે અને 25 હજાર 699 કિલો ડ્રગ્સનો જથ્થો પોલીસે કબજે કર્યો છે. ત્યારે ગુજરાત પોલીસના 10 ઓપરેશને ડ્રગ્સ માફિયાની કમર તોડી નાખી છે. આવો જાણીએ ગુજરાત પોલીસના 10 ઓપરેશન વિશે...
ગુજરાત પોલીસના આ 10 ઓપરેશને ડ્રગ્સ માફિયાઓની તોડી કમર
ઓપરેશન નંબર 1
ગુજરાત ATS એ કોસ્ટગાર્ડ સાથે મળીને ભારત-પાકિસ્તાન મરીન બોર્ડર પાસે 9 પાકિસ્તાનીઓ સાથે પાકિસ્તાનની અલ-હઝ નામની બોટમાંથી 280 કરોડનું 56 કિલો હેરોઈન પકડાયું.
ગુજરાત પોલીસના ડરથી પાકિસ્તાનમાં હડકંપ, ઇરાની ડ્રગ્સ માફિયાનું કોલ રેકોર્ડિંગ આવ્યું સામે
ઓપરેશન નંબર 2
મુંબઈમાં છેલ્લાં 20 વર્ષથી બેખૌફ રીતે શાકભાજી વેચવાની આડમાં ડ્રગ્સનો કારોબાર કરતા મુંબઇના સૌથી મોટા ડ્રગ્સ માફિયાને દ્વારકા જિલ્લા પોલીસે સલાયા બંધરથી પકડી પાડ્યો.
ઓપરેશન નંબર 3
ઈન્ટરનેટ અને ક્યૂ આર કોડની મદદથી ચાલતા ડ્રગ્સના ઓનલાઈન નેટવર્કનો ફોરેન્સિક ટીમ અને કસ્ટમ ટીમ સાથે મળીને ગુજરાત પોલીસે પર્દાફાશ કર્યો.
રાજ્યના 1935 ગામમાં વાયરસે મચાવી તબાહી, 1400 થી વધુ પશુના મોત; 50 હજારથી વધુ અસરગ્રસ્ત
ઓપરેશન નંબર 4
ગુજરાત પોલીસે જખૌ બંદર પાસે સમુદ્રમાંથી પાકિસ્તાનના હાજી અસન અને હાજી હાસમે દ્વારા પંજાબના મોટા ડ્રગ્સ માફિયા માટે અલ હુસેની બોટમાં 6 પાકિસ્તાનીઓ સાથે મોકલાવેલા 358 કરોડનું 77 કિલો હેરોઈન જપ્ત કર્યું.
ઓપરેશન નંબર 5
ગુજરાત ATS એ મોરબીના ઝીંઝુડાની દરગાહમાંથી સમસુદ્દીન હુસેન મિયાંના ઘરમાંથી 539 કરોડનું 118 કિલો હેરોઈન જપ્ત કર્યું. જેમાં 3 આરોપીઓની પૂછપરછ બાદ મોરબી, જામનગર, દિલ્લીમાં ઓપરેશન પાર પાડીને 1 નાઈઝિરિયન સહિત 14 ને દબોચ્યા.
અમેરિકામાં પકડાયેલા પટેલ યુવકોનું IELTS કૌભાંડનું કનેક્શન નવસારી પહોંચ્યું, થયો મોટો ખુલાસો
ઓપરેશન નંબર 6
ગુજરાત પોલીસના પોરબંદરના દરિયામાં 28 કલાકના સર્ચ ઓપરેશન બાદ જુમ્મા નામની બોટમાં 150 કરોડના 30 કિલો હેરોઈન સાથે 7 ઈરાનીઓની ધરપકડ કરી.
ઓપરેશન નંબર 7
ગુજરાત ATS એ રાજસ્થાનના એક મોટા ડ્રગ્સ નેટવર્કને નેસ્તનાબૂદ કર્યું. રાજસ્થાનના બાડમેરના ડ્રગ્સ માફિયા નુરા ખાન અને કાયમ ખાનને 20 લાખ રૂપિયાના 200 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ગુજરાતમાંથી રંગે હાથ દબોચ્યા.
ઓપરેશન નંબર 8
ગુજરાત પોલીસે DRI સાથે મળીને 395 કિલો ડ્રગ્સને રસ્સીઓમાં સંતાડીને લઈ જતા પાકિસ્તાની-ઈરાની ડ્રગ્સ માફિયાઓને પિપાવાવ પોર્ટ પર રેડ કરીને દબોચ્યા.
વિદેશી શરાબના શોખીન ગુજરાતીઓ થઈ જજો સાવધાન, નહિ તો બનશો લઠ્ઠાકાંડનો ભોગ
ઓપરેશન નંબર 9
ગુજરાત ATSએ DRIની મદદથી અફઘાનિસ્તાનમાંથી કંડલા બંદરે જિપ્સમની બોરીઓમાં આવેલા 1439 કરોડનું 205 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું.
ઓપરેશન નંબર 10
ગુજરાતના જખૌ બંદર પર તૈયાર બેઠી ATS એ પાકિસ્તાનના ગ્વાદર પોર્ટથી ભારત તરફ નોમાન બોટમાં 7 ડ્રગ્સ માફિયાઓ 245 કરોડ રૂપિયાનું 49 કિલો ડ્રગ્સ લઈને આવી રહ્યા હતા. જીવ બચાવવા ડ્રગ્સ માફિયાઓએ બધું ડ્રગ્સ દરિયામાં ફેંકી દીધું હતું. તરવૈયાઓની મદદથી 4 દિવસની મહેનત બાદ 245 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube