ગુજરાત પોલીસના ડરથી પાકિસ્તાનમાં હડકંપ, ઇરાની ડ્રગ્સ માફિયાનું કોલ રેકોર્ડિંગ આવ્યું સામે

ગુજરાત પોલીસે 6 મહિનામાં NDPS ના 422 કેસ રજિસ્ટર્ડ કર્યા છે. ગુજરાત ATS એ ડ્રગ્સના નેટવર્કને સંપૂર્ણ તોડી પાડ્યું છે અને ભારતના દૂશ્મનોના ઈરાદાઓ પર પાણી ફેરવ્યુ છે. ગુજરાત પોલીસના એક્શનથી પાકિસ્તાની અને ઇરાની ડ્રગ્સ માફિયાઓમાં હડકંપ મચી ગયો છે

ગુજરાત પોલીસના ડરથી પાકિસ્તાનમાં હડકંપ, ઇરાની ડ્રગ્સ માફિયાનું કોલ રેકોર્ડિંગ આવ્યું સામે

ઝી બ્યુરો, અમદાવાદ: ગુજરાત પોલીસ અને ATS દ્વારા ડ્રગ્સ માફિયાઓ પર સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે. ગુજરાત અને ગુજરાતના દરિયાકાંઠાએથી કોસ્ટગાર્ડ સાથે મળીને ગુજરાત પોલીસ અને એટીએસ દ્વારા અવારનવાર રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડનાર ડ્રગ્સ માફિયાની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 667 ડ્રગ્સ માફિયાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે અને 25 હજાર 699 કિલો ડ્રગ્સનો જથ્થો પોલીસે કબજે કર્યો છે.

ગુજરાત પોલીસે 6 મહિનામાં NDPS ના 422 કેસ રજિસ્ટર્ડ કર્યા છે. ગુજરાત ATS એ ડ્રગ્સના નેટવર્કને સંપૂર્ણ તોડી પાડ્યું છે અને ભારતના દૂશ્મનોના ઈરાદાઓ પર પાણી ફેરવ્યુ છે. ગુજરાત પોલીસના એક્શનથી પાકિસ્તાની અને ઇરાની ડ્રગ્સ માફિયાઓમાં હડકંપ મચી ગયો છે. ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડનાર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. ગુજરાત પોલીસે અત્યાર સુધીમાં કુલ 50 જેટલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરી છે. જેમાં 30 પાકિસ્તાની ડ્રગ્સ માફિયા, 17 ઇરાની ડ્રગ્સ માફિયા, 2 અફઘાનિસ્તાનના ડ્રગ્સ માફિયા અને 1 નાઇજિરિયન ડ્રગ્સ માફિયાની પોલીસે ધરપકડ કરી છે.

ડ્રગ્સ માફિયાઓને દબોચીને ગુજરાતને પણ પોલીસે સુરક્ષિત બનાવ્યું છે. ગુજરાત પોલીસે 4 રાજ્યોની યુવાપેઢીને બરબાદ થતી બચાવી છે. ગુજરાતની પોલીસે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબમાં મોકલાતા ડ્રગ્સને પકડી પાડ્યું છે. ગુજરાત પોલીસે વિવિધ દેશોમાં મોકલાતા ડ્રગ્સને પકડ્યું છે. ગુજરાત પોલીસના 10 ઓપરેશને ડ્રગ્સ માફિયાઓની કમર તોડી નાખી છે. ત્યારે ઇરાની ડ્રગ્સ માફિયાની એક કોલ રેકોર્ડિંગ ક્લિપ સામે આવી છે. જેમાં ડ્રગ્સ માફિયાઓમાં ગુજરાત પોલીસનો ખૌફ જોવા મળી રહ્યો છે. કોલ રેકોર્ડિંગ ક્લિપમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવું આત્મહત્યા કરવા બરોબર છે.

ઇરાની ડ્રગ્સ માફિયાનો ઓડિયો
અસ્સલામ વાલેકુમ ભાઈજાન ક્યા હાલ હૈ... ખેરિયત સે હૈ... ઠીક ઠાક હૈ, મજે મેં હૈ, ક્યા હાલ હૈ...

દેખો હાસિમભાઈ બાત યે હૈ કે મેરી એક દો ઘંટે મિટિંગ હુઇ હૈ... ઉસ નાખુદા કો બુલા લીયા, અપને વાલો કો બુલા લીયા સબકો...

કોઈ નાખુદા ઇસ પોઇન્ટ પે જાને કે લીયે તૈયાર નહીં હૈ... ઉસને બોલા 190 મીલ તો છોડો 400 મીલ પર ભી ઇન્ડિયા ઘુમ રહા હૈ... 400 મીલ પર...

ઠીક હૈ ના...

યે ઇસકા સબસે બડા મેઇન ગેટ હૈ... ઔર કોન યહાં બોલા જાયેગા... 15 પર ઘુમ રહા હૈ... યે તો 20 હૈ ના... વો બોલ રહે હૈ, 14 ઔર 15 મે ભી ઘુમ રહા હૈ યું... તકરીબન યે ઇસકા રાઉન્ડ હી આજકાલ યહીં લગ રહા હૈ... ઔર યે બિલકુલ નામુમકીન હૈ... ઇસ કામ હાથ મેં મત લો... ક્યુંકી યહાં સે નહીં હો સકતા હૈ... બિલકુલ... યહાં સે કોઈભી બંદા ઇરાની ગાડી નીકાલ દે તો મુજે નહીં લગતા હૈ કે વો ગાડી કામયાબ હોગી... યા બંદે અલ્લાના કરે પકડે જાયે... યા માલ કે સાથ ફીર... વોહી બડા પરેશાની વાલા મસલા હૈ...

મેરી દો દિન મિટિંગ હોને કે બાવજુદ દિલેરસે દિલેર નાખુદાભી મેંને પકડે હૈ... કોઈ જાને કે લીયે તૈયાર નહીં... વો બોલ રહે હૈ ખુદખુશી કરના ચાહતે હો તો કર લો... તો ઉન લોગોને બોલા યે અભી ઇરાની લાંચો કે બસકી બાત નહીં હૈ.

ઠીક હૈ ના...

વો જીતને ભી હો સકતા હૈ આપકો તો પતા હૈ ખુદભી... ઔર યે જામનગર ઔર રાજકોટ, પોરબંદર યે 200 મીલ દૂર હૈ... જ્યાદા ભી નહીં હૈ 180-200 મીલ દૂર હૈ... ઉસને બોલા ભી કે યહાં બિલકુલ નામુમકીન હૈ... ઉસમે 1 પરસેન્ટ ભી બચનેકા ચાન્સ નહી હોતા... 1 પરસેન્ટ ભી બચનેકા ચાન્સ નહી હૈ... યે સવાલ હી પૈદા નહીં હોતા હૈ કે યહાં સે 1 પરસેન્ટ બચકે જાય...

બોલા પૈસે કિસે અચ્છે નહીં લગતે... લાંચ... લોભ... માલ... માલ પહોંચેગા તો કિસીકો મિલેગા તો પૈસે મિલેંગેના... લોગ બચેંગે તો યે કામ કરેંગે... તો યે હાલાત હૈ... બાકી આપ તો ખુદ સમજદાર હો... જાનતે હો સબ ચીજો સે... થોડા બહોત વાકુફ હો... યે ઇલાકે કે બારે મેં...

તો હમારે ઇરાન કી જો લાંચે હૈ વો બડી ખતરનાક હો ગઈ હૈ... સિર્ફ એક રૂટ જો હૈ વોહી ઉનકે લીયે બચા હુઆ હૈ... વોભી બચ કે નિકલાના હોતા હૈ... યે રૂટ તો નામુમકિન હૈ ભાઈ કો બતાદો... ઠીક હૈ ના... હમ તો કોશિશ કર રહે કે વો અભી યે કામ ઇસ હિસાબ સે છોડ દે લાંચ કે હિસાબ સે કે અગર દુસરા ઉસકે પાસ ઇરાન સે શિપ ભી નિકલેગા વોભી... ઉસકે રેન્જમેં આતા હૈ... ઇતના ખતરનાક હો ગયા હૈ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news