દ્વારકા: હાલ વાવાઝોડાનાં માહોલમાં સમગ્ર રાજ્યનું તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. ત્યારે દ્વારકા નજીકના અરબી સમુદ્રમાં ભારે પવન અને ભયજનક મોજા ઉછળી રહ્યાં છે. દિવાળી નિમિત્તે દ્વારકાના દર્શનાર્થે અને ગોમતી સ્નાન માટે આવતા યાત્રિકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ આ ભયજનક સ્થિતિમાં લોકો જોખમી અને ભયજનક રીતે મોબાઈલથી ફોટા લેતા નજરે પડ્યાં હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ભાવનગરમાં ગુનેગારો બેખોફ, તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવકની કરી હત્યા


હાલ ક્યાર વાવાઝોડાના કહેરની અસરને કારણે દ્વારકાના ગોમતી ઘાટ પર ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. દિવાળી નિમિત્તે દ્વારકાના દર્શનાર્થે અને ગોમતી સ્નાન માટે આવતા યાત્રિકોમાં હાલાકી જોવા મળી રહી છે. ત્યારે નવા વર્ષ અને ભાઈ બીજના દિવસે ગોમતી સ્નાન કરવાનું અનેરું મહત્વ છે. ત્યારે દ્વારકા નજીકના અરબી સમુદ્રમાં ભારે પવન અને ભયજનક મોજા ઉછળી રહ્યાં છે.


આ પણ વાંચો:- દિવાળીની રાત્રીએ અહીં ખેલાય છે ઈંગોરિયા યુદ્ધ, એકબીજા પર ફેંકે છે સળગતા ફટાકડા


તો બીજી તરફ આ ભયજનક સ્થિતિમાં પણ લોકો જોખમી અને ભયજનક રીતે મોબાઈલથી ફોટા લેતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ક્યાર નામના વાવાઝોડાને કરાણે હજુ પણ સંઘપ્રદેશ દીવ, નવાબંદર અને સૈયદ રાજપરના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યાં છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...