જપ્તવ્ય યાજ્ઞિક/ આણંદ: રાજ્યના ઘણા શહેરોમાં ભણતા બાળકોના વાલીઓ છેલ્લા કેટલાક વર્ષોથી અલગ અલગ ફી વધારાના મુદ્દે અવાજ ઉઠાવતા રહ્યા છે. ત્યારે હજી સુધી દરેક શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચેની આ તકલીફનું ચોક્કસ નિવારણ આવ્યુ નથી. હવે ગ્રામ્ય વિસ્તારના વાલીઓને પણ શાળાઓના ફી મુદ્દા માટે સુત્રોચ્ચાર કરવો પડ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આણંદ જીલ્લાના નાવલી ગામે આવેલી બીએનપટેલ સ્કુલમાં ભણતા બાળકોના વાલીઓ શાળાતરફથી મળેલા બાળકોના શાળા પ્રવેશના વિષયના મુદ્દે મળેલા મેસેજ બાદ શાળા પાસે ફીમાં ફોરફાર કરવાની રજુઆત કરવા પંહોચ્યા હતા. ત્યારે આ દરમિયાન પોતાના બાળકોની ભવિષ્યની ચિંતા કરતા વાલીઓએ શાળાના પટાંગણમાં સુત્રોચ્ચાર પણ કર્યા હતા. સાથે જ શાળામાં વિદ્યાર્થીઓને અપાતી સુવિધા અયોગ્ય અને અપુરતી અપાતી હોવાના આક્ષેપ કર્યા હતા.


આ પણ વાંચો:- આણંદ એક્સપ્રેસ હાઇવે પાસે ઉભા રહેલા ટેમ્પાને પાછળથી બીજી ગાડીએ ટક્કર મારી, એકનું મોત


આ સમગ્ર બાબતમાં વાલીઓમાંના એક એવા નાવલીના રેહવાસી વિષ્ણુભાઇ ગોહીલે ZEE 24 કલાક સાથે વાત કરતા કહ્યુ કે, શાળા તરફથી ધોરણ 7 ના શિક્ષક સમીર ગઢવી સરનો 10 દિવસ પેહલા ફોન આવ્યો હતો અને મારા દીકરા નૈતિક ગોહીલ જે ધોરણ 7 માં હવે આવ્યો છે તેને લઇને કહ્યુ હતુ કે, તમારા દીકરાની બાકી ફી ભરીજાવ નહીતો રિઝલ્ટ મળશે નહી. આ બાબતોની જાણ મુજબ આ પ્રકારના ફોન બીજા પણ કેટલાક વાલીઓને કરવામાં આવ્યા હતા.


ત્યારે હરકતમાં આવ્યા વાલીઓએ એક જેમણે સમગ્ર માલે શાળાના પ્રિન્સીપાલને અરજી આપી હતી અને કહ્યુ હતુ. શાળા  દ્વારા જે સફાઇ, લાઇટ, પંખા સહિતની ફીની માંગ કરાઇ છે તો તેમાં 50 ટકા જેટલી માફી માંગી હતી અને કહ્યુ હતુ કે વિદ્યાર્થીઓએ ઓનલાઇન શિક્ષણ મેળવ્યુ છે તો આ મુજબ ફીમાં માફી કરી આપશો, ત્યારે આજે શાળા દ્વારા વાલીઓને મળવા બોલાવ્યા હતા.


આ પણ વાંચો:- ગુજરાતની વર્લ્ડ ફેમસ ટુરિઝમ સાઈટ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકાશે


આ મિત્રમંડળ સંસ્થા સંચાલીત બી એન પટેલ શાળાના મંત્રી એવા અશોક પટેલે કહ્યુ હતુ કે જો ફીની કીધેલ રકમની વ્યવસ્થાના કરી શકો તો બાળકનું એડમિશન રદ થઇ જશે, સાથે જ કહ્યુ કે જો વાલી તરીકે બાળકને ભણાવવાની તાકાત ન હોય તો શા માટે અહીં ભણાવો છો. મહત્વનું છે કે શાળા સંચાલકો દ્વારા ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આજ કારણોસર વાલીઓને શાળાના મેદાનમાં સુત્રોચ્ચાર કર્યા હતા.


જોકે આ મામલે શાળાના પ્રિન્સીપાલ હીતેન સરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો નહોતો. જોકે શાળાની સંસ્થા મિત્રમંડળના પ્રમુખે કહ્યુ પત્રકારો સાથે વાત કરતા કહ્યુ હતુ કે કોરોના કાળમાં અમારે પણ આવક કરતા જાવક વધી છે. સાથે અમે વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપવી કે બે કે ત્રણ હપ્તે વસુલવી આ બાબતે યોગ્ય નિર્ણય લીધા બાદ જણાવીશું. સાથે જ બાળકોના ઓનલાઇન ભણતર પર કોઇ અસર નહી થવાની વાત પણ કરી હતી.


આ પણ વાંચો:- વડોદરાની સરકારી શાળામાં 100 ટકા ફાયર સેફ્ટીની સુવિધા કરવામાં આવી: ધર્મેન્દ્રસિંહ ચુડાસમા


મહામારીમાં આર્થિક તકલીફોના ભારણ સાથે જીવતા પરિવારોના માથે શાળાઓ શરુ થતા જ વધુ એક વખત વિદ્યાર્થીઓની ફીની માથાકુટ શરુ થઇ ગઇ છે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યની અલગ અલગ શેહરોની શાળાના ફીના મુદ્દે અનેક પ્રકારની બુમો ઉઠતી આપણે જોઇ છે. ત્યારે આવા વિષયોને લઇને વાલીમંડળો બન્યા, સરકાર સાથે ચર્ચાઓ થઇ, મીડિયામાં પણ આ વિષયોમાં વાલી અને શાળા સંચાલકોએ પણ ખુબ પ્રતિક્રિયાઓ આપી.


હજી સુધી પુરતા અને સાચા સંતોષકારક પરિણામો કહી શકાય આવ્યાજ નથી, અને તેથીજ હજી પણ અલગ અલગ વિસ્તારમાં ફીને લઇને વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે રકઝકના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે વધુ એક વખત આણંદના ગ્રામ્ય પંથકનો આ કિસ્સો સામે આવ્યો છે જ્યાં વાલીઓ અને શાળા વચ્ચેના આ વિવાદને લઇને વાલીઓ બાળકોના ભવિષ્યને લઇને ચિ઼તામાં મુકાયા છે. ત્યારે હવે શાળા શું નિર્ણય લેશે તે જોવાનું મહત્વનું રેહશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube