ચેતન પટેલ/સુરત :સ્વચ્છતા સર્વેક્ષણમા સુરત રેલ્વે સ્ટેશન પ્રથમ ક્રમે આવે તે ઉદ્દેશથી વેસ્ટ રેલ્વે તંત્ર દ્વારા સૌ પ્રથમ વાર એક અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. જેમા રેલ્વે સ્ટેશન પર આવતા મુસાફરો માટે ફીડ બેક સિસ્ટમ મૂકવામા આવી છે. આ સિસ્ટમમાં કોઈ પણ મુસાફરો સ્વચ્છતાને લઇ પોતાના ફીડ આપી શકશે. આ ફીડબેકના આધારે સફાઇ કોન્ટ્રાકટરને દંડ ફટકારવામા આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત રેલ્વે સ્ટેશન પર રોજેરોજ લાખો મુસાફરો મુસાફરી કરતા હોય છે. બે વર્ષ અગાઉ સુરત રેલ્વે સ્ટેશન સ્વચ્છતામાં સમગ્ર દેશમા અગ્રીમ આવતું હતું. જો કે પાછલા બે વર્ષોમાં સ્વચ્છતા અંગેનો જે ક્રમાંક છે, તે ગગડતો જાય છે. જેની ગંભીર નોંધ વેસ્ટર્ન રેલ્વે દ્વારા લેવામા આવી છે. સુરત રેલ્વે સ્ટેશનને સ્વચ્છતામાં અગ્રીમ લાવવા માટે રેલ્વે તંત્ર દ્વારા એક અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. જેમાં રાજ્યમા સૌ પ્રથમવાર સુરત રેલ્વે સ્ટેશન પર ફીડબેક સિસ્ટમ મૂકવામા આવી છે. આ સિસ્ટમથી મુસાફરો રેલ્વે સ્ટેશન, વેઇટિંગ રુમ તથા સ્ટેશનના અન્ય એરિયા અંગે પોતાના ફીડબેક આપી શકશે. આ ફીડબેકના આધારે કયા કયા સુધારા કરવાની જરૂર છે તે દિશામા રેલ્વેના અધિકારીઓ પગલા ભરશે. ફીડબેક સિસ્ટમમાં જે તે મુસાફરે તેમનુ નામ, નંબર અને ઇમેઈલ એડ્રેસ આપવાનુ રહેશે. સાથોસાથ તેઓ સ્વચ્છતા અંગે સજેશન આપવાનુ રહેશે. આ ઉપરાંત ફીડબેકમા સ્વચ્છતાને લઇને ગુડ, એવરેજ તથા પુઅર એમ ત્રણ ઓપ્શન આપ્યા હશે જેમા ક્લિક કરી ફોર્મ સબમીટ કરવાનુ રહેશે. 


[[{"fid":"206655","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"SuratRailway2.jpg","field_file_image_title_text[und][0][value]":"SuratRailway2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"SuratRailway2.jpg","field_file_image_title_text[und][0][value]":"SuratRailway2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"SuratRailway2.jpg","title":"SuratRailway2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


રાજ્યમા જે રીતે સૌ પ્રથમવાર સુરત રેલ્વે સ્ટેશન પર ફીડ બેક સિસ્ટમ મૂકવામા આવી છે. જેને લઇને મુસાફરોમા પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મુસાફરો પણ સ્વચ્છતાને લઇને પોતાના મંતવ્યો આપી શકે છે. દિવસ દરમિયાન સબમીટ કરાયેલા ફીડબેકને રાત્રિ દરમિયાન એકત્ર કરવામા આવે છે અને ત્યાર બાદ તમામ ફીડબેક ચેક કરવામા આવે છે. જો વધારે પ્રમાણમા મુસાફરો દ્વારા સ્વચ્છતાને લઇને પુઅર ફીડબેક આપ્યા હશે. તો રેલ્વે તંત્ર દ્વારા સફાઇ કોન્ટ્રાકટર પાસેથી દંડ વસૂલશે અથવા તો તેમના બિલમાથી રકમ કાપી દેવામા આવશે.


હાલ તો રેલ્વે તંત્ર દ્વારા એક જ જગ્યા પર ફીડબેક બોકસ મૂકવામા આવ્યું છે. આવનારા સમયમા મુસાફરોના રિસ્પોન્સને જોઈ રેલ્વે પ્લેટફોર્મ પર કુલ 10 સ્થળો પર ફીડબેક બોકસ મૂકવામા આવશે. હવે જોવાનુ એ રહ્યું કે રેલ્વે દ્વારા અપનાવવામા આવેલો આ પ્રયાસ કેટલો સફળ થાય છે.