તેજસ દવે, મહેસાણા: મહેસાણાના બહુચરાજીમાં આદ્યશક્તિમાં બહુચરા સાક્ષાત બિરાજમાન છે। અને ભક્તોની હેલી સતત બહુચરાજી મંદિરમાં જોવા મળે છે.  માં બહુચરાજીને અર્પણ કરવા અને મંદિ ના સેજ સજાવા માટે અગણિત ફૂલો મંદિરમાં આવે છે અને તે ફૂલોનો સદઉપયોગ થાય તે માટે મંદિર દ્વારા એક નવતર અભિગમ અપનાવામાં આવ્યો છે જેમાં મંદિરમાં  આવતા ફૂલો ને 10 દિવસ ની પ્રોસેસ કર્યા બાદ તેનું ખાતર બનાવવામાં આવશે અને તે ખાતર જૈવિક તો હશે સાથે માં બહુચરાજી ની શક્તિ સાથે હોવાથી હવે ખેતરમાં પાક સોનારૂપી પાકશે તેવું હાલમાં મંદિર પરિસરના વહીવટદાર માની રહ્યા છે। 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે 21મી સદીમાં અનેક ખાતર જમીનમાં ભળી રહ્યા છે. પાકને જીવંત દાન મળે છે પરંતુ પોષણ મળતું નથી અને આજે ખાતરના કારણે જમીન ખેડૂતોની નષ્ટ થવા ગઈ છે, તેવામાં માં બહુચરાજી મંદિર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવા માં આવ્યો છે જેમાં આસ્થાના પ્રતીક સમા મંદિમાં બહુચરાજીને ભક્તો દ્વારા શ્રદ્ધા ના ભાગ સ્વરૂપે ચઢાવવામાં આવતા ફૂલોનો સદઉપયોગ કરવામાં આવશે. જેમાં મંદિરમાં આવતા ફૂલોને મશીનમાં નાખ્યા બાદ જૈવિક ખાતરમાં નાખવામાં આવતા મિનરલ્સ અને વિટામિન સહીત સુગંધનો ઉમેરો કરીને તે ફૂલોનું ખાતર બનાવવામાં આવશે. આ ખાતર મંદિર પરિસરના ભેટ કેન્દ્ર પર નજીવી કિંમતે વહેંચાણ કરવા માં આવશે। 


2 એક તરફ આજે જમીન નષ્ટ થવાના આરે ન જાય તે માટે સરકાર દ્વારા હવે જૈવિક ખાતર જમીનમાં નાખવાની સલાહ આપવામાં આવે છે અને ખેડૂતો હવે જૈવિક ખાતરના વપરાશ પર ભાર પણ મૂકી રહ્યા છે.  જેના થકી હવે આ ફૂલોમાંથી બનાવેલા અને 10 દિવસ તેને સંગ્રિહત કર્યા બાદ પોષણ આપીને ફૂલોમાંથી ખાતર હવે ખેડૂત ના ખેતર સુધી પોંહચશે। .આજે હજારો કિલો ફૂલો માં બહુચરાજીના ચરણો માં અર્પણ થાય છે. તે ફૂલનો હવે સદઉપયોગ કર ને ખાતર બનાવી ને હવે મંદિર ટેમ્પલ ટ્રસ્ટ બહુચરાજી ખાતર રૂપી સોના ને ખેડૂત ના ખેતર સુધી પોંહચાડશે જે થકી હવે સોના જેવો પાક ખેતર માં લહેરાશે। ..


આજે મંદિરમાં આવતા ફૂલોના માં બહુચરા ના ચરણોમાં અર્પણ થયા બાદ તે ફૂલો ને પ્રથમ પાણીમાં વિલીન કરવા માં આવતા હતા. પરંતુ હવે તે ફૂલોમાંથી ખાતર બનશે. સાથે સાથે લોકોની આસ્થા માં બહુચરાજીમાં વધુ હોવાથી હવે તે ખાતર ખેડૂતના ખેતરમાં આવ્યા બાદ ખેતરમાં માં બહુચરાજીની હાજરી રૂપી ખેતર સોનાના ભાવે અનાજ ઉત્પન્ન કરશે અને તે ખાતર નજીવા દરે વહેંચણી આપવામાં આવશે. જેથી મંદિરને હવે નવી આવક પણ ઉભી થાય તે જોતા હવે મંદિરના ફૂલોની સુગંધ ખેતરમાં પણ જોવા મળશે તેમ કહીએ તો નવાઈ નહીં


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...