ચેતન પટેલ/સુરત :કોરોનાના દાવાનળ પર બેસેલુ છે સુરત. અહી કોરોના કેસ અને મોતનો આંકડો સતત તંત્રની ચિંતા વધારી રહ્યો છે. આવામાં તંત્ર દ્વારા અનેક નિર્ણયો લઈને કોરોનાના કહેરને ઓછા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે સુરત પાલિકા દ્વારા નિર્ણય લેવાયો કે, શરદી ,ખાંસી, કે તાવ હોય તો સુરતમાં એન્ટ્રી નહિ મળે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના પ્રવેશદ્વારે ટેસ્ટીંગ કરાશે 
સુરત ટેક્સટાઈલ અને ડાયમંડ હબ છે. આ સિવાય અનેક ઉદ્યોગ સુરતમાં ધમધમે છે. તેથી અહી રોજના અનેક લોકોની અવરજવર હોય છે. આવામાં બહારથી આવનારા લોકોથી કોરોના વધુ ન વકરે તે માટે સુરત પાલિકા દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. સુરત પાલિકાએ જાહેરાત કરી કે, બહારથી આવનાર મુસાફરમાં શરદી ,ખાંસી, કે તાવ હોય તો સુરતમાં એન્ટ્રી નહિ મળે. સુરતમાં કોરોનાની ચેઇન તોડવા સુરત પ્રવેશ દ્વારે પાલિકા સઘન તપાસ કરશે. સુરતમાં પ્રવેશતા તમામ યાત્રીઓની એન્ટ્રી પોઇન્ટ પર ફરજિયાત ટેસ્ટીંગ કરવામાં આવશે. 


તો બીજી તરફ, મનપાએ પોઝિટિવ દર્દીને શોધવા માટે કોમ્બિગ ઓપરેશન શરૂ કર્યું છે. પોઝિટિવ દર્દી સુપર સ્પ્રેડર ન બને તે માટે તે શોધવા 64 ટીમ બનાવાઈ છે. જે આખા સુરતમાં ફરીને પોઝિટિવ દર્દી શોધશે. આ ટીમે એક મહિનામાં 9772 કેસ પોઝિટિવ શોધી કાઢ્યા છે. આ સાથે જ સુરતના નાનપુરામાં પોઝિટિવ દર 12 ટકા છે. 



કોરોનાના ડામવા સુરતનું તંત્ર એક્ટિવ થયું છે. ત્યારે રાજ્યભરમાં સુરતની આ પેટર્નનો ઉપયોગ કરાશે. સુરતના કોવિડ કોમ્યુનિટી સેન્ટરનું અનુકરણ આખા રાજ્યમાં થશે. સુરતમાં 25 કોવિડ કોમ્યુનિટી સેન્ટર છે, જેમાં હાલ 1557 દર્દી હાલ સારવાર લઈ રહ્યા છે.