જયેન્દ્ર ભોઇ, પંચમહાલ: થોડા દિવસ પહેલા જ પંચમહાલ (Panchmahal) જિલ્લાના ગોધરા (Godhra) તાલુકાના રાયસિંગપુરા ગામમાં લગ્ન પહેલા જ યુવતીની ઘાતકી હત્યા (Murder) ની ચકચારી ઘટના બની હતી. જો કે માત્ર ગણતરીના કલાકોમાં જ એલસીબી પોલીસે યુવતીની હત્યાનો ભેદ ઉકેલી લીધો છે. યુવતીની હત્યા તેના જ મંગેતરે કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. એલસીબીએ આરોપીની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોધરા (Godhra) ના રાયસિંગપુરાની 19 વર્ષીય ભૂમિકાના લગ્ન નજીકના મહાદેવીયા ગામે રહેતા જનક સાથે થયા હતા. બંને પરિવારોએ સામાજિક રીત રિવાજ મુજબ ગત 6મે ના રોજ ભેગા થઈ ભૂમિકા અને જનકના લગ્ન (Marriage) ની તારીખ નક્કી કરી હતી. નક્કી થયા મુજબ આગામી 23 મેના રોજ ભૂમિકા અને જનકના લગ્ન યોજાવાના હતા.

જેના હાથ પીઠીથી થવાના હતા પીળા પણ લોહીથી થયા લથબથ, લગ્નના માંડવે ગવાયા મરશિયા


લગ્ન (Marriage) તારીખ નક્કી કરી આ વેળા બંને પરિવારો અને સ્વજનો એ સાથે ભોજન લીધું હતું. લગ્ન નક્કી થવાની આખરી મહોરરૂપે બંનેના પરિવારોએ લગ્ન પડીકું પણ છાપી દીધું. જો કે લગ્ન નક્કી થયા એજ રાત્રે ભૂમિકાની તેના ઘર પાછળના ખેતરમાંથી કરપીણ રીતે હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા ભૂમિકાના પરિવારજનો પર વજ્રાઘાત થયો હતો.


ભૂમિકાની હત્યા થતા વેજલપુર પોલીસની સાથે સાથે ગોધરા એલસીબી (LCB) પોલીસે પણ તપાસની કમાન સંભાળી હતી. જેમાં એલસીબીને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે ભૂમિકાની હત્યા અન્ય કોઈએ નહિ પરંતુ તેના મંગેતર જનકે જ કરી હતી.

કોરોનાના કારણે હાર્દિક પટેલના પિતાનું નિધન, CM રૂપાણીએ પાઠવી સાંત્વના


ભૂમિકા (Bhumika) ની હત્યામાં મંગેતર જનકનું નામ સામે આવતા જ બંને પરિવારો પર જાને આભ ફાટી પડ્યું હતું. જનકના પરિવારમાં તે એકનો એક જ પુત્ર હતો જેનું લગ્ન તો ન થયું પરંતુ હાલ હત્યાના ગુનામાં પોલીસ કસ્ટડીમાં જવાની સ્થિતિ ઉભી થતાં માતા પિતાના તમામ સ્વપ્ન રોળાયા છે.


પોલીસ (Police) ના જણાવ્યા પ્રમાણે ભૂમિકા રાઠોડે લગ્ન પહેલા તેના મંગેતર પાસે સોનાના દાગીના, મોબાઈલ ફોન વગેરે ચીજવસ્તુઓની માંગણી કરી હતી. યુવતીની માંગણીઓથી બંને વચ્ચે શાબ્દીક બબાલ ચાલતી હતી. યુવતીની માંગણીઓથી મંગેતર કંટાળ્યો હતો. ત્યારે લગ્નનું પડીકું લખવાના દિવસે જ મંગેતર જનક ચપ્પુ લઈને બાઈક ઉપર રાયસિંગપુરા ગામે પહોંચ્યો હતો.

ગુજરાતના આ ગામે કોરોનામુક્ત રહીને બનાવ્યો રેકોર્ડ, આવા કડક છે નિયમો


રાયસિંગપુરા પહોંચીને જનકે યુવતીને ખેતરમાં બોલાવી હતી અને યુવતીને સમજાવટ કરી હતી. ત્યાર બાદ જનકે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો જેથી મામલો બીચક્યો હતો. યુવતીએ શારીરિક સંબંધ નહીં બાંધવા દેતા જનકે આવેશમાં આવીને ચપ્પાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી હતી.


ઉલ્લેખનીય છે કે ગોધરા તાલુકાના રાયસિંગપુરા મહાદેવ ફળીયામાં રહેતી 19 વર્ષીય ભૂમિકા રાઠોડ ગુરૂવારે રાત્રે પોતાના ઘરે હતી. દરમિયાન મોડી રાત્રે તે ફોન ઉપર વાત કરી હતી એ વેળાએ તેણીનો ભાઈ પૃથ્વીરાજસિંહ નોકરી ઉપરથી ઘરે આવ્યો હતો. પૃથ્વીરાજે પોતાનો નિત્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેની બહેનની તપાસ કરતાં ભૂમિકા ઘરમાં નહિં જોવાતાં જ શોધખોળ આદરી હતી.

ખાતરના ભાવ, ઘટી રહેલું ટેસ્ટીંગ અને વેક્સીનના મુદ્દાઓ પર શું બોલ્યા મંત્રી આર.સી.ફળદુ?


આ ઉપરાંત ભૂમિકા પાસેના મોબાઈલ ફોનનું માત્ર કવર અને બેટરી જ મળી આવી છે. આમ હત્યારા દ્વારા મોબાઈલ ફોન પણ લઈ જવામાં આવ્યો હોવાની શક્યતા સેવાઈ રહી છે. વેજલપુર પોલીસે અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધી ડોગ સ્કવોર્ડ અને એફ એસ એલની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.


જે ઘરમાંથી પખવાડિયા બાદ ડોલી ઉઠવાની હતી એજ ઘરમાં અર્થી ઉઠી છે. રાયસિંગપુરા ગામની ભૂમિકા રાઠોડના પિતા અને તેના કાકા સાથે જમીનમાં રસ્તા મુદ્દે ઝગડાની અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો હતો. દરમિયાન તેણીના પિતાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે કાકાનું સારવાર દરમિયાન 15 દિવસ પછી મૃત્યુ નીપજ્યું હતું જે અંગે વેજલપુર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને હત્યારાને સજા પણ થઈ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube