કોરોનાના કારણે હાર્દિક પટેલના પિતાનું નિધન, CM રૂપાણીએ પાઠવી સાંત્વના

કોંગ્રેસ (Congress) ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ (Hardik Patel) ના પિતા ભરતભાઇ પટેલ (Bharat Patel) નું કોરોના લીધે નિધન થયું છે. ભ

Updated By: May 9, 2021, 01:42 PM IST
કોરોનાના કારણે હાર્દિક પટેલના પિતાનું નિધન, CM રૂપાણીએ પાઠવી સાંત્વના

ગૌરવ પટેલ, અમદાવાદ: રાજ્ય (Gujarat) માં ઘણા સમયમાં કોરોનાનો કહેર ગુજરાતમાં વર્તી રહ્યો છે. કોરોનાને ઘણા લોકોના સ્વજનોને છિનવી લીધા છે. અત્યાર સુધી રાજ્ય (Gujarat)  માં કોરોનાના લીધે 8,273 લોકોનાં મોત નિપજ્યાં છે

ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસ (Congress) ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ (Hardik Patel) ના પિતા ભરતભાઇ પટેલ (Bharat Patel) નું કોરોના લીધે નિધન થયું છે. ભરતભાઇ કોરોના (Coronavirus) સંક્રમિત થયા હોવાથી તેઓ યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ત્યારે આજે સવારે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 

હાર્દિક પટેલ (Hardik Patel) ના પિતાના ગોતા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પુત્ર હાર્દિક પટેલ દ્રારા તેમના અંતીમ સંસ્કાર પીપીઈ કિટ પહેરીને કોવીડ ગાઈડલાઈન મુજબ કરવામા આવ્યાં હતા. 

હાર્દિક પટેલ (Hardik Patel) ના પિતા ભરતભાઈ પટેલના  દુઃખદ અવસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ હાર્દિક પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને હાર્દિક પટેલ અને પરિવાર ને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube