દારૂ પીધેલા PI ને ASI અને હેડ કોન્સ્ટેબલે મારવા લીધો, પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યાં
ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન પર આરપીએફના પોલીસ મથકમાં પોલીસ સ્ટાફ વચ્ચે જ માથાકુટનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. પોલીસ મથકના પીઆઇએ દારૂ પીને ASI અને હેડ કોન્સ્ટેબલને કામમાં ભુલ કાઢીને માર માર્યો અને ગાળો બોલી હોવાનો આક્ષેપ સાથે હોબાળાનો વીડિોય હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિવાદનો વીડિયો ફરતો થયા બાદ RPF ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે ત્રણેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન પર આરપીએફના પોલીસ મથકમાં પોલીસ સ્ટાફ વચ્ચે જ માથાકુટનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. પોલીસ મથકના પીઆઇએ દારૂ પીને ASI અને હેડ કોન્સ્ટેબલને કામમાં ભુલ કાઢીને માર માર્યો અને ગાળો બોલી હોવાનો આક્ષેપ સાથે હોબાળાનો વીડિોય હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિવાદનો વીડિયો ફરતો થયા બાદ RPF ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે ત્રણેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
હાલમાં જ પોલીસ કર્મચારીએ એક યુવકની ધરપકડ કરી હતી. પોલીસ ડાયરીમાં યુવકની ધરપકડ બતાવ્યા બાદ તેને કોર્ટમાં કેમ રજુ કર્યો નહી તે અંગે પીઆઇ જે.એલ બૈરવાએ એએસઆઇ નરેન્દ્ર પરમારને ગાળો બોલી હતી. ત્યાર બાદ ચેમ્બરમાં બોલાવીને અસભ્ય શબ્દો બોલીને માર પણ માર્યો હતો. જેના પગલે ઉશ્કેરાયેલા એએસઆઇ અને હેડ કોન્સ્ટેબલને મીડિયા સાથે પોલીસ ઇન્સપેક્ટરની ચેમ્બરમાં જઇને હોબાળો કર્યો હતો. આ ઉપરાંત પીઆઇ દારૂના નશામાં હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
સ્ટાર્ટ અપના નામે સુરતમાં મોટી છેતરપીંડી, મફત ટેબલેટ યોજનાના નામે દોઢ કરોડ ખંખેરી લીધા
પીઆઇ ચેમ્બરમાં હેડ કોન્સ્ટેબલ અને એએસઆઇ પહોંચી ગયા હતા. એએસઆઇ ઉશ્કેરાઇને વાતો કરી રહ્યા હતા. દારૂ પીને આવેલા પીઆઇની તપાસની માંગણી કરતા હતા. ત્યારે જ કોન્સ્ટેબલ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે, તમે મને નોકરીમાંથી શું કાઢશો હું જ નોકરી છોડી રહ્યો છું. તેમ કહીને બેલ્ટ કાઢીને પીઆઇ સામે પછાડ્યો હતો. ત્યાર બાદ પીઆઇને માર મારવાની ધમકી પણ આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube