સ્ટાર્ટ અપના નામે સુરતમાં મોટી છેતરપીંડી, મફત ટેબલેટ યોજનાના નામે દોઢ કરોડ ખંખેરી લીધા

સુરતના વરાછા મિની બજાર ડાયમંડ વર્લ્ડ ટાવર ખાતે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોર્ટલ પ્રોગ્રામ હેઠળ યસ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના વિદ્યાર્થીઓ પણ ટેબલેટ ખરીદીને અભ્યાસ કરી શકે તે માટે સરકારી યોજના હેઠળ રૂપિયા 4500નું ટેબલેટ રૂપિયા 1000માં આપવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે આ કંપની સંચાલકો સામે 18 જેટલા ટ્યુશન ક્લાસીસના સંચાલકો પાસેથી 15 હજાર ટેબલેટનો ઓર્ડર મેળવીને એડવાન્સમાં રૂપિયા દોઢ કરોડ ખંખેરી લેવાની ફરિયાદ નોંધાઇ છે.

Updated By: Sep 26, 2021, 03:25 PM IST
સ્ટાર્ટ અપના નામે સુરતમાં મોટી છેતરપીંડી, મફત ટેબલેટ યોજનાના નામે દોઢ કરોડ ખંખેરી લીધા

ચેતન પટેલ/સુરત :સુરતના વરાછા મિની બજાર ડાયમંડ વર્લ્ડ ટાવર ખાતે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોર્ટલ પ્રોગ્રામ હેઠળ યસ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના વિદ્યાર્થીઓ પણ ટેબલેટ ખરીદીને અભ્યાસ કરી શકે તે માટે સરકારી યોજના હેઠળ રૂપિયા 4500નું ટેબલેટ રૂપિયા 1000માં આપવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે આ કંપની સંચાલકો સામે 18 જેટલા ટ્યુશન ક્લાસીસના સંચાલકો પાસેથી 15 હજાર ટેબલેટનો ઓર્ડર મેળવીને એડવાન્સમાં રૂપિયા દોઢ કરોડ ખંખેરી લેવાની ફરિયાદ નોંધાઇ છે.

સુરતમાં રહેતાસાવન ઠાકરશી ખેની તેના પિતા ઠાકરશી અણદા ખેની અને અશ્વિન બાબુ વાઘાણીએ ભાગીદારીમાં વરાછા મિની બજાર ડાયમંડ વર્લ્ડ ટાવરમાં સ્ટાર્ટ અપ ઇન્ડિયા પોર્ટલ પ્રોગ્રામ હેઠળ યસ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની શરૂ કરી હતી અને તેની ડિપાર્ટમેન્ટલ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા માટેની નોંધણી કરાવી હતી. કંપનીના સંચાલકોએ ઓક્ટોબર 2020માં શહેરમાં આવેલા અલગ-અલગ ટ્યુશન ક્લાસીસ, સ્કૂલ, કોલેજ તથા સોસાયટીઓમાં હાલ ઓનલાઈન એજ્યુકેશન ચાલતું હોવાથી કંપની દ્વારા સરકારની યોજના હેઠળ રૂપિયા 4500નું ટેબલેટ માત્ર રૂપિયા 1000 માં વિદ્યાર્થીઓને આપીએ છે, તેવી જાહેરાત કરી હતી. જેથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન મેળવવા મદદ મળી રહે.

આ પણ વાંચો : સરકારી સ્કૂલથી UPSC ટોપર સુધીની સફર, સંઘર્ષ ભરી છે રાજકોટના વલય વૈદ્યની કહાની

આ જાહેરાત બાદ કતારગામ ડભોલી વિસ્તારમાં આવેલા ક્રિષ્ના કલાસીસના સંચાલક નિકુંજના વિદ્યાર્થીઓના 3844 ટેબલેટનો અને ખેમરાજ ભાવા પટેલ પાસેથી 3750 ટેબલેટનો ઓર્ડર મેળવ્યો હતો અને એડવાન્સ પેટે રૂપિયા લીધા હતા. ત્યારબાદ માત્ર 78 ટેબલેટ મોકલી બાકીના રૂપિયા નહિ મોકલી એડવાન્સ પેટે રૂપિયા 70.70 લાખ તેમજ શહેરના અન્ય ક્લાસીસ મળી કુલ 18 જેટલા ક્લાસીસના સંચાલકો પાસેથી એડવાન્સમાં 15000ના હિસાબે કુલ રૂપિયા દોઢ કરોડ મેળવ્યા હતા. પરંતુ ઓર્ડર અને રૂપિયા લીધા બાદ ટેબલેટ આપ્યા ન હતા. હાલ આ આરોપીઓ છેતરપિંડી કરી નાસી ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચે ઠગાઈનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે તેવું ક્રાઈમ બ્રાન્ચના એસીપી આરઆર સરવૈયાએ જણાવ્યું.