ઝી બ્યુરો/બોટાદ: રાજ્યમાં કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે, આગના અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલ આવી જ એક ઘટના બોટાદ રેલવે સ્ટેશન પર સામે આવી છે. બોટાદ રેલ્વે સ્ટેશન પર ડેમુ ટ્રેનમાં આગની ઘટના બની છે. રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટનામાં જોતજોતામાં ટ્રેનના તમામ ડબ્બામાં આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ લઇ લેતાં સ્ટેશન પર રોકવાનો વારો આવ્યો હતો. આ ઘટનાને પગલે ટ્રેનમાં રહેલા મુસાફરોમાં એક સમય માટે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જગદીશ ઠાકોર હર્ષ સંઘવી અને પાટિલ વિશે એવું તે શું બોલ્યા કે ભાજપ ભડક્યું?


આ ઘટના વિશે ણલતી માહિતી પ્રમાણે, બોટાદ રેલ્વે સ્ટેશન પર ડેમુ ટ્રેનમાં મોટી દુર્ઘટના બની છે. બોટાદ રેલવે સ્ટેશનના 7 નંબરના પ્લેટફોર્મ પર ડેમુ ટ્રેનમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફડા તફડીનો માહોલ સર્જાયો છે. જોકે, ડેમુ ટ્રેનમાં આગ લાગવાનુ કારણ અંકબંધ છે. ટ્રેનમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતો.



યુવરાજ સિંહે VIDEO જાહેર કરીને કૌભાંડીઓને લલકાર્યા, કહ્યું; 'કોઈને છોડીશ નહીં...'


બીજી બાજુ આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડનો કાફલો પહોંચે તે પહેલા લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કરી લીધો છે. હાલ રેલવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે બોટાદથી સાંજે 6 કલાકે ડેમુ ટ્રેન અમદાવાદ જાય છે અને તેમાં હજારોની સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે.