વડોદરામાં ફુટબોલ મેચ દરમિયાન મારામારી, લુખ્ખા તત્વો MS યુનિ.માં ઘુસી વિદ્યાર્થીઓ પર તુટી પડ્યા
વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં મારામારીની ઘટનાથી શહેર પોલીસ દોડતી થઈ હતી. મોડી રાત્રે યુનિવર્સિટીમાં મારામારીની ઘટના બની હતી. એમએસ યુનિવર્સિટીમાં હાલ ફોર્ટિટ્યૂડ સિઝન 8 ફુટબોલ ટુર્નામેન્ટ ચાલી રહી છે
રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરાની એમએસ યુનિવર્સિટી કોઈને કોઈ મુદ્દે ચર્ચામાં રહે છે. ત્યારે આ વખતે મારામારીની ઘટના બનતા એમએસ યુનિવર્સિટી ફરી ચર્ચામાં આવી છે. એમએસ યુનિવર્સિટીમાં ફુટબોલ મેચ રમાઈ રહી હતી તે દરમિયાન અસામાજીક તત્વો અને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સર્જાઈ હતી. ત્યારે યુનિવર્સિટીની વિજિલન્સની ટીમ મુકપ્રેક્ષક બની આ સમગ્ર ઘટનાનો તમાસો જોઈ રહી હતી. જો કે, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જ્યારે પોલીસ પણ આ ઘટનાને કાબૂમાં લઈ શકી ન હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં મારામારીની ઘટનાથી શહેર પોલીસ દોડતી થઈ હતી. મોડી રાત્રે યુનિવર્સિટીમાં મારામારીની ઘટના બની હતી. એમએસ યુનિવર્સિટીમાં હાલ ફોર્ટિટ્યૂડ સિઝન 8 ફુટબોલ ટુર્નામેન્ટ ચાલી રહી છે. ત્યારે ગઈકાલ રાત્રે 11 વાગ્યાની આસપાસ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં ફુટબોલ ટુર્નામેન્ટની સેમિફાઈનલ મેચ રમાઈ રહી હતી.
પાણીની પારાયણે તો ભારે કરી, આંતરિક બોલાચાલી તો ઠીક પરંતુ અહીં મહિલાઓ વચ્ચે સર્જાય છે બેડા યુદ્ધ
તે દરમિયાન યુનિવર્સિટીની બીબીએ બિલ્ડિંગ ખાતે કેટલાક અસામાજિક તત્વો ઘુસી આવ્યા હતા. ફતેગંજ અને ફતેપુરાથી કેટલાક લુખ્ખા તત્વોએ યુનિવર્સિટીમાં ઘુસી વિદ્યાર્થીઓને માર માર્યો હતો. જે બાદ વિશ્વ વિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં મારામારી અને ગુંડાગર્દીના વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
રાજકોટઃ ગોંડલના સંત હરિચરણદાસજી દેવલોક પામ્યા, ભક્તોમાં ફરી વળ્યું શોકનું મોજું
જો કે, ફુટબોલ ટૂર્નામેન્ટની સેમીફાઈનલ મેચ દમરિયાન મારામારીના આ દ્રશ્યો સર્જાતા યુનિવર્સિટીની વિજિલન્સની ટીમ મુકપ્રેક્ષક બનીને તમારો જોતી રહી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ટોળાને વિખેરી સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ પણ આ ઘટનાને કાબૂમાં લઈ શકી ન હતી.
અન્ય સમાચાર અહીં વાચો:-
ગુજરાતમાં ચોથી લહેરની એન્ટ્રી? ભારતના આ 7 રાજ્યોમાં જોવા મળ્યો નવો વેરિયન્ટ! આ રહ્યા લક્ષણ
ગરમીનો પારો વધતા જ ફરવાનું યાદ આવ્યું, એકદમ સસ્તામાં કરો આ 5 હિલ સ્ટેશનની મુસાફરી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube