જમિલ પઠાણ/છોટાઉદેપુર : બાઇક ઉપર દારૂની હેરાફેરી કરતાં સમયે પોલીસને જોતાં બાઇક સ્લીપ થવાથી બુટલેગર યુવાન ઇજાગ્ર્સ્ત બન્યો , પોલીસે યુવાન સામે પ્રોહિબિશન અને અકસ્માત ના બે અલગ અલગ ગુના દાખલ કર્યા તો બીજી તરફ દારૂની હેરાફેરી કરનાર યુવાનને પોલીસે માર માર્યાના આરોપ સાથે મહિલાઓએ પોલીસ મથકનો ઘેરાવો કરી પોલીસ સામે ફરિયાદ કરવાની માંગ કરતા આખરે, કોન્સટેબલ અને એક જીઆરડી જવાન સામે પાવીજેતપુર પોલીસ મથકમાં 307 જેવી ગંભીર કલમો સાથે ગુનો નોધવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર મનપા માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, 12 સીટિંગ કોર્પોરેટરનાં નામ કપાયા


ગત તારીખ પહેલી ફેબ્રુઆરીના રોજ સવારના સમયે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાનાં ઘૂંટીયા ગામ તરફથી એક બાઇક ઉપર વિદેશી દારૂનો જથ્થો લઈને પસાર થવાના હોવાની બાતમી મળતા પાવીજેતપુર પોલીસ વોચમાં હતી. દરમિયાન ઘૂટીયા ગામના પાટીયા પાસે સામેથી બાઇક ઉપર બે યુવાન દારૂનો જથ્થો લઈને આવતા જણાતા ખાનગી ડ્રેસમાં વોચમાં બેઠેલ પોલીસ જવાનો હરકતમાં આવ્યા હતા. બાઇક ઉપર પુરપાટ આવી રહેલ બુટલેગરની  સામે અચાનક પોલીસ હોવાનું જણાઈ આવતા તેણે બાઇક પાછળ દારૂનો જથ્થો પકડીને બેઠેલ યુવાન બાઇક ઉપરથી કૂદીને ભાગવા જતાં બાઇક ચાલકનુ સ્ટીયરીંગ ઉપરનું બેલેન્સ બગડયું હતું. બાઇક સ્લીપ ખાતા તે રોડ ઉપર પટકાયો, પાછળ બેઠેલ યુવાન ભાગતા તેને પકડવા પોલીસ દોડી પણ તે હાથ લાગ્યો નહોતો. તો બીજી તરફ  સ્લીપ ખાઈને પડી ગયા બાદ ગંભીર રીતે ઇજાગ્ર્સ્ત યુવાન બેભાન હોવાનું લાગતાં પોલીસે 108 ને ફોન કરીને બોલાવી અને તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. 


ખેડાવાલાનો ખુલ્લો પડકાર, ગુજરાતમાં ઓવૈસીના ચણા પણ નહીં આવે...ભાજપની જ B ટીમ છે AIMIM પાર્ટી


પોલીસે યુવાનને 108 દ્વારા હોસ્પિટલ પહોંચાડી યુવાન પાસેથી મળી આવેલ રૂપિયા 35000/- નો દારૂ અને બાઇક મળી રૂપિયા 99000/- નો મુદામાલ જપ્ત કરી ઇજાગ્ર્સ્ત યુવાન રાજેશ રાઠવા કે જે છોટાઉદેપુર તાલુકાનાં ખોરવાનીયા ગામનો અને તેની સાથે બાઇક ઉપર બેઠેલ અને ફરાર થઈ ગયેલ સાગરીત સામે પ્રોહિબિશન એક્ટ તેમજ અકસ્માત એમ બે અલગ અલગ ગુના દાખલ કરેલા છે. તો બીજી તરફ બે દિવસ બાદ ગંભીર રીતે ઇજાગ્ર્સ્ત થયા બાદ બેભાન યુવાનને ઘટના સ્થળ ઉપર પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનું અને તેના કારણે યુવાનની હાલત ગંભીર હોવાના આરોપ સાથે ઇજાગ્ર્સ્ત યુવાનના ગામની મહિલાઑએ પાવીજેતપુર પોલીસ મથકે હલ્લાબોલ કર્યો હતો. 


જામનગર મનપા માટે ભાજપના ઉમેદવારો જાહેર, જૂના જોગીઓના નામ કપાયા


ઇજાગ્ર્સ્ત બનેલ બુટલેગર યુવાનને દંડો માર્યાના આરોપ સાથે માર મારનાર પોલીસ સામે ફરિયાદ દાખલ કરવા પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો. પોલીસ મથકને મહિલાઓએ કરેલા ઘેરાવને કારણે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પાવીજેતપુર પોલીસ મથકે દોડી આવ્યા હતા. પોલીસ સામે ફરિયાદ દાખલ કરવા જિદે ચડેલી મહિલાઓ આખરે ન માની અને ઘટના સમયે ફરાર થયેલ બુટલેગરના સાગરીત લીલેશ રાઠવાએ પાવીજેતપુર પોલીસમાં ત્રણ પોલીસ કર્મી સામે આઇપીસી ની કલમ 307, 325, 114 મુજબ ફરિયાદ નોધાવી છે. જોકે ફરિયાદમાં પીએસઆઇ ના બદલે સાહેબ શબ્દનો પ્રયોગ કરાયો છે, જ્યારે અન્ય એક પોલીસ કોન્સટેબલ કમલેશ અને જી આર ડી સુરપાન આમ ત્રણ વ્યક્તિ સામે પાવીજેતપુર પોલીસ મથકમાં ફરિયાદ નોધાતા પોલીસ બેડામાં હડ્કંપ મચી જવા પામ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube