GPCB ના ક્લાસ વન અધિકારી વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ, ધરાવે છે કરોડોની સંપત્તી
એન્ટી કરપ્શન બ્યુરો એ અપ્રમાણસર મિલકતનો એક ગુનો GPCBના કલાસ વન અધિકારી સામે નોંદ્યયો છે. આરોપી ગિરિજા શંકર સાધુ પાસેથી 68 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી અને તપાસ દરમ્યાન 7 બેંક અકાઉન્ટ મળી આવ્યા હતા. ઉપરાંત હવે ACB તેમના પરિવાર અને આરોપી એ અન્ય કોઈના નામે મિલકત લીધી છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.
મૌલિક ધામેચા/અમદાવાદ : એન્ટી કરપ્શન બ્યુરો એ અપ્રમાણસર મિલકતનો એક ગુનો GPCBના કલાસ વન અધિકારી સામે નોંદ્યયો છે. આરોપી ગિરિજા શંકર સાધુ પાસેથી 68 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી અને તપાસ દરમ્યાન 7 બેંક અકાઉન્ટ મળી આવ્યા હતા. ઉપરાંત હવે ACB તેમના પરિવાર અને આરોપી એ અન્ય કોઈના નામે મિલકત લીધી છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.
જસદણ: જૂના રેલવે સ્ટેશન પાસે પેટ્રોલપંપમાં નોકરી કરતા યુવકે ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
ઉલ્લેખનીય છે કે આરોપી ગિરિજા શંકર સાધુ વર્ષ 2017 મા હાલોલ મા 1.20 લાખની લાંચ લેતા રંગે હાથે પકડાયા હતા. બાદમાં તપાસ કરતા સુરત અને ગોધરામાં જમીન અને પેટ્રોલ પમ્પ જેવી સંપત્તી ધરાવત હોવાનું જણાવ્યું હતું. આરોપી Gpcbમાં કલાસ વન અધિકારી તરીકે ગાંધીનગરમાં સૌથી વધુ નોકરી કરી મિલકત વસાવી હોવાનું મનાઈ રહ્યું છે. આરોપી ગિરિજાશંકર સાધુ NOC આપવાના નામે લાંચ માગણી કરતો હોવાનું પણ સામે આવ્યું છે.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube