હસમુખ પટેલની મહેનત રંગ લાવી! વિધ્ન વગર પૂરી થઈ તલાટીની પરીક્ષા
Talati Exam 2023 : તલાટીની પરીક્ષા બાદ લાખો ઉમેદવાર અને તંત્રએ આખરે લીધો રાહતનો શ્વાસ... પરીક્ષા આખરે પૂર્ણ થઈ... હવે નથી રહ્યો પેપર ફૂટવાનો ડર
Talati Exam 2023 : 3 હજાર 437 જગ્યાઓ માટે 8 લાખ 64 હજાર 400 ઉમેદવારો મહેનતની આજે સાચી કસોટી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કેમેરાની બાજ નજર વચ્ચે તલાટીની પરીક્ષા પૂર્ણ થઈ છે. બપોરે દોઢ વાગ્યા સુધી પેપર ચાલ્યા હતા. ત્યાર બાદ હસતા મોઢે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રોથી બહાર નીકળ્યા હતા. ત્યારે પરીક્ષાામાં કોઈ વિધ્ન આવ્યું ન હતું. જેથી લાખો ઉમેદવારો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જુનિયર ક્લાર્કની પરીક્ષા કોઈ પણ અડચણ વગર પૂર્ણ થઈ છે. ગુજરાત સરકારે સફળતાથી મોટું અભિયાન પાર પાડ્યું છે. સરકાર પર પેપરલીકનો જે દાગ અગાઉની પરીક્ષા પર લાગ્યો હતો, તે આ પરીક્ષામાં લાગવા ન દીધો. જુનિયર ક્લાર્કની પરીક્ષાની જેમ જ તલાટીની પરીક્ષા વિધ્ન વગર પૂર્ણ થઈ હતી. પંચાયત પસંદગી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલની મહેનત રંગ લાવી.
રાજ્યભરમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. પેપર પૂરુ થયા બાદ વિદ્યાર્થીઓ હસતા ચહેરે પરીક્ષા સેન્ટરથી બહાર નીકળ્યા હતા. તેમના ચહેરા પર રાહતનો શ્વાસ દેખાઈ રહ્યો હતો. તો બીજી તરફ, તંત્રએ પણ વિધ્ન વગર પરીક્ષા પૂરી થતા તેમની મહેનત ફળી તેવુ જણાવ્યુ હતું. જોકે, ઉમેદવારોને પત્ર સહેજ લાંબુ લાગ્યું હતુ અને સમય ઓછો પડ્યો હતો તેવુ જણાવ્યું.
તલાટી પરીક્ષાના ઉમેદવારો માટે દેવદૂત બની ગુજરાત પોલીસ, દિલ જીતી લે તેવું કામ કર્યું
વિદ્યાર્થીઓએ બહાર આવ્યા બાદ દરેક ઉમેદવારોએ જણાવ્યુ હતું કે, પેપર સહેલું હતું, પણ સમય ઓછો પડ્યો. તો એક ઉમેદવાર કિંજલ દેસાઈએ કહ્યું કે, સુપરવાઈઝરે અમને સપોર્ટ કર્યો હતો. પરીક્ષા માટેની વ્યવસ્થા બહુ જ સારી હતી.
ગુજરાત પોલીસ બની દેવદૂત
તલાટીની પરીક્ષા પણ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવી અનેક લોકોએ પ્રાર્થના કરી છે. તલાટીની પરીક્ષા એક સેવાયજ્ઞ બની રહ્યો. આ પરીક્ષા માટે અનેક લોકોએ મદદનો હાથ લંબાવ્યો હતો. જેમાં ગુજરાત પોલીસના જાંબાજ કર્મચારીઓ દેવદૂત બનીને ઉભર્યાં હતા. પોલીસે રસ્તો ભટકેલા, ટ્રાફિકના કારણે અટવાયેલા, અન્ય સેન્ટરે પહોંચી ચૂકેલા પરીક્ષાર્થીઓની મદદ કરી હતી. ગુજરાત પોલીસના આ કિસ્સા સાંભળી તમને ગુજરાત પોલીસ પર ગર્વ થશે. પાટણમાં એક મહિલા ઉમેદવાર ભૂલથી જલ્દી જલદીમાં પોતાના પતિના ડોક્યુમેન્ટ લઈને પરીક્ષા સેન્ટર પહોંચી હતી. ત્યારે આ ઉમેદવારની વ્હારે પાટણ પોલીસ આવી હતી. તો ઉમેદવારો પરીક્ષા સેન્ટર પર નિયત સમયે પહોચી શકે તે માટે અમદાવાદ ઝોન વન દ્વારા 16 જેટલી પોલીસ વેન તૈનાત રાખી હતી. બાલાસિનોરમાં પોલીસે આધાર કાર્ડ ભૂલી ગયેલ પરીક્ષાર્થીનું આધાર કાર્ડ સેન્ટર પર લઈ ગઈ આધાર કાર્ડ કઢાવી આપવામાં આવ્યું. લુણાવાડા શહેરમાં અન્ય પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયેલ પરીક્ષાથી અને પોલીસ વેનમાં યોગ્ય પરીક્ષા સ્થળ પર પહોંચાડવામાં આવ્યા. પરીક્ષાને લઈને પોલીસ દ્વારા અલગ અલગ પ્રકારની મદદ કરવામાં આવી. સાવરકુંડલાથી 3 કિલોમીટર દૂર પરીક્ષા કેન્દ્રથી ગામમાં બાદ કેન્દ્ર સુધી પહોચાડવામાં પોલીસે મદદ કરી. ફરી એકવાર અમરેલી પોલીસ તંત્ર દ્વારા પરીક્ષાર્થીઓ માટે દેવદૂત બનતા પરીક્ષાર્થીઓએ પોલીસનો આભાર માન્યો.
અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરી આગાહી, પક્ષી-જીવજંતુઓની વાતાવરણમાં થઈ મોટી હલચલ