તલાટી પરીક્ષાના ઉમેદવારો માટે દેવદૂત બની ગુજરાત પોલીસ, દિલ જીતી લે તેવું કામ કર્યું

Police Help To Talati Exam Candidates : તલાટીની પરીક્ષાઓમાં અનેક લોકો, સંસ્થાઓએ ઉમેદવારો માટે મદદનો હાથ લંબાવ્યો હતો, ત્યારે ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી... પોલીસે ઉમેદવારોને મદદ કરી 

તલાટી પરીક્ષાના ઉમેદવારો માટે દેવદૂત બની ગુજરાત પોલીસ, દિલ જીતી લે તેવું કામ કર્યું

Talati Exam 2023 : જુનિયર ક્લાર્કની પરીક્ષાની જેમ જ તલાટીની પરીક્ષા પણ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવી અનેક લોકોએ પ્રાર્થના કરી છે. તલાટીની પરીક્ષા એક સેવાયજ્ઞ બની રહ્યો. આ પરીક્ષા માટે અનેક લોકોએ મદદનો હાથ લંબાવ્યો હતો. જેમાં ગુજરાત પોલીસના જાંબાજ કર્મચારીઓ દેવદૂત બનીને ઉભર્યાં હતા. પોલીસે રસ્તો ભટકેલા, ટ્રાફિકના કારણે અટવાયેલા, અન્ય સેન્ટરે પહોંચી ચૂકેલા પરીક્ષાર્થીઓની મદદ કરી હતી. ગુજરાત પોલીસના આ કિસ્સા સાંભળી તમને ગુજરાત પોલીસ પર ગર્વ થશે. પાટણમાં એક મહિલા ઉમેદવાર ભૂલથી જલ્દી જલદીમાં પોતાના પતિના ડોક્યુમેન્ટ લઈને પરીક્ષા સેન્ટર પહોંચી હતી. ત્યારે આ ઉમેદવારની વ્હારે પાટણ પોલીસ આવી હતી. 

પાટણમાં યોજાનાર તલાટી કમ મંત્રીની પરીક્ષામાં મહિલા ઉમેદવારના વહારે પાટણ પોલીસ આવી હતી. પાટણમાં ગાંઘીનગરથી તલાટીની પરીક્ષા આપવા આવેલ કૉમલ નામની મહિલા ઉમેદવાર ભૂલથી તેમના પતિના ડોક્યુમેન્ટ લઇ આવી પહોંચ્યા હતા. સેન્ટરમાં પ્રવેશ કરતા સમયે ડોક્યુમેન્ટ પતિના હોવાનું તેમના ધ્યાન આવ્યું હતું. કૉમલ પોતાના આધાર કાર્ડની જગ્યાએ પતિનું આધાર કાર્ડ ભૂલથી લઈ આવ્યા હતા. ત્યારે મહિલા ઉમેદવાર પરીક્ષાથી વંચિત ન રહે તે માટે પાટણ પોલીસ મદદે આવી. પોલીસે ઉમેદવારને ગાડી લઇ સત્વરે સાયબર કાફેમાંથી મોબાઇલમાંથી ઑટીપી મેળવી નવું આધાર કાર્ડ કઢાવ્યુ હતું. પોલીસના સરાહનીય પગલાંથી મહિલા ઉમેદવાર સમયસર તલાટીની પરીક્ષા આપી શકી હતી. ત્યારે મહિલા ઉમેદવારે પોલીસનો આભાર માન્યો હતો. 

અમદાવાદ પોલીસની ઉમેદવારોને મદદ 
ઉમેદવારો પરીક્ષા સેન્ટર પર નિયત સમયે પહોચી શકે તે માટે અમદાવાદ ઝોન વન દ્વારા 16 જેટલી પોલીસ વેન તૈનાત રાખી હતી. જેમાં ગુજરાત યુનિવર્સિટી, દર્પણ છ રસ્તા, સતાધાર ચારરસ્તા, હેબતપુર ચારરસ્તા,  ગોતા ચારરસ્તા, ભૂપંગદેવ જેવા અલગ અલગ વિસ્તારમાં પોલીસએ વ્યવસ્થાઓ ગોઠવી હતી. 

તો તલાટી મંત્રીની પરીક્ષામાં ઉમેદવારોને પરીક્ષાના સેન્ટર સુધી પહોંચવામાં જુનાગઢ જિલ્લા પોલીસે પણ મદદ કરી હતી. મહીસાગર જિલ્લામાં 39 પરીક્ષા કેન્દ્રો પર યોજાયેલ પરીક્ષામાં પરીક્ષાર્થીઓને પોલીસ દ્વારા વિવિધ પ્રકારની મદદ કરવામાં આવી. બાલાસિનોરમાં આધાર કાર્ડ ભૂલી ગયેલ પરીક્ષાતીનું આધાર કાર્ડ સેન્ટર પર લઈ ગઈ આધાર કાર્ડ કઢાવી આપવામાં આવ્યું. લુણાવાડા શહેરમાં અન્ય પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયેલ પરીક્ષાથી અને પોલીસ વેનમાં યોગ્ય પરીક્ષા સ્થળ પર પહોંચાડવામાં આવ્યા. પરીક્ષાને લઈને પોલીસ દ્વારા અલગ અલગ પ્રકારની મદદ કરવામાં આવી.

ગીર સોમનાથ, જૂનાગઢ, ધોરાજીના પરીક્ષાર્થીઓ માટે પોલીસ મદદે આવી. પરીક્ષામાં બેસવામાં પાસપોર્ટ ફોટા ભૂલી ગયેલા 3 પરીક્ષાર્થીને ગામમાં ફોટો પડાવી પરત કેન્દ્ર સુધી પહોંચાડયા. સાવરકુંડલાથી 3 કિલોમીટર દૂર પરીક્ષા કેન્દ્રથી ગામમાં બાદ કેન્દ્ર સુધી પહોચાડવામાં પોલીસે મદદ કરી. ફરી એકવાર અમરેલી પોલીસ તંત્ર દ્વારા પરીક્ષાર્થીઓ માટે દેવદૂત બનતા પરીક્ષાર્થીઓએ પોલીસનો આભાર માન્યો.

ઉલ્લેખનીય અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે તલાટી-કમ-મંત્રીની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. 3 હજાર 437 જગ્યાઓ માટે 8 લાખ 64 હજાર 400 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે. તલાટીની પ્રિલિમરી પરીક્ષાને લઈને તંત્ર સજ્જ બન્યું છે. તમામ સેન્ટર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ભારે સુરક્ષા સાથે ઉમેદવારોને કેન્દ્રોમાં અંદર લઈ જવાની શરૂઆત કરાઈ હતી. 12.30 ના ટકોરે તલાટીની પરીક્ષા શરૂ થઈ હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news