ભાજપને સફળતા અપાવવા માટે જાણો શું છે સી.આર પાટીલનું `મિશન સૌરાષ્ટ્ર`
ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ મિશન સૌરાષ્ટ્ર પર છે. જ્યાં તેમણે પોતાના પહેલા દિવસની શરૂઆત સોમનાથ દાદાના દર્શન સાથે કરી હતી.
અમદાવાદઃ ગુજરાત ભાજપના પ્રમુખપદે સી.આર.પાટીલની નિમણૂંક પછી ભાજપ સરકાર અને સંગઠન માટે કરી રહ્યા છે તડામાર તૈયારીઓ. જેમાં સૌરાષ્ટ્રમાં ભાજપને મજબૂત કરવા માટેનું પાટીલનું લક્ષ્ય છે. કેમ કે ગુજરાતની 182 વિધાનસભા બેઠકમાંથી 48 બેઠકો સૌરાષ્ટ્રમાં આવે છે. ત્યારે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કયા પક્ષને કેટલી બેઠક મળી હતી?. 2020માં કોંગ્રેસ અને ભાજપ પાસે કેટલી બેઠક રહી છે? કેમ ભાજપ સૌરાષ્ટ્રને સર કરવા માગે છે? આ સમજવા માટે વાંચો અમારો વિશેષ અહેવાલ.
ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ મિશન સૌરાષ્ટ્ર પર છે. જ્યાં તેમણે પોતાના પહેલા દિવસની શરૂઆત સોમનાથ દાદાના દર્શન સાથે કરી હતી.
આ કારણોને લીધે પાટીલ ગયા સૌરાષ્ટ્રના પ્રવાસે
- 182 વિધાનસભાની બેઠકમાં સૌરાષ્ટ્રમાં કુલ 48 બેઠકનો સમાવેશ થાય છે.
- જેમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ખાતામાં 19 બેઠક આવી.
- જ્યારે કોંગ્રેસે સપાટો બોલાવતાં 28 બેઠકો પર પરચમ લહેરાવ્યો.
- તો એક બેઠક NCPના ફાળે આવી.
-આ બેઠકને ટકાવારીમાં જોઈએ તો સૌરાષ્ટ્રની 48 બેઠકની ટકાવારી 26.37 ટકા છે
- જ્યારે પક્ષને મળેલી બેઠકની ટકાવારી જોઈએ તો ભાજપને 39 ટકા બેઠક મળી.
- કોંગ્રેસના ખાતામાં 58 ટકા બેઠક આવી.
- તો એનસીપીના ખાતામાં 1 એટલે 2 ટકા બેઠક મળી.
Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1145 કેસ, 17 મૃત્યુ, રિકવરી રેટ 78.98%
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ભાજપ કરતાં વધારે મજબૂત છે. જેના કારણે ભાજપે સૌરાષ્ટ્રમાં પોતાની સ્થિતિ વધારે મજબૂત કરવાનું લક્ષ્ય રાખ્યું છે અને તેની શરૂઆત સોમનાથ દાદાના દર્શન સાથે થઈ ગઈ છે. સોમનાથમાં સી.આર.પાટીલે ધાર્મિક સ્થાનો, સહકારી આગેવાનો, સમાજના આગેવાનો અને સૌરાષ્ટ્રના નેતાઓ સાથે બેઠક કરી છે.
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે 28 બેઠકો હતી. પરંતુ 2020 આવતાં આવતાં તે આંકડો 20 થઈ ગયો છે. જ્યારે ભાજપ પાસે 19 બેઠકો છે.
કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ આપ્યા રાજીનામા
2017ની ચૂંટણી બાદ કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. જેમાં પરસોત્તમ સાબરિયા, બ્રિજેશ મેરઝા, વલ્લભ ધારવિયા અને જેવી કાકડિયાએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. આગામી સમયમાં મોરબી, ધારી, ગઢડા અને લીંબડી બેઠક સહિત 8 બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપનો ભવ્ય વિજય થશે તેવો આશાવાદ સી.આર.પાટીલે વ્યક્ત કર્યો છે.
નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા. ત્યારે તે સમયે યાત્રાઓ યોજતા હતા અને લોકો સાથે સંપર્ક કરતા હતા. આ જ સ્ટાઈલથી સી.આર.પાટીલે પ્રવાસની શરૂઆત કરી છે. જે ભાજપમાં નવો ચીલો ચીતરનારી સાબિત થશે. પાટીલની આ સ્ટ્રેટેજી ભાજપને ફાયદો કરાવી શકે છે. સાથે જ સૌરાષ્ટ્રમાં ભાજપને મજબૂત બનાવી શકે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube