ટ્રાફિકના નિયમોની બધાને જાણ હોવી ખુબ જરૂરી છે. ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષમાં વાહન ચાલકો પાસેથી 138 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે ગુજરાતમાં હાલમાં જ વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી અને ભૂપેન્દ્ર પટેલ સરકાર હાલ રાજ્યમાં સત્તા પર છે.  ભૂપેન્દ્ર પટેલ છેલ્લા દોઢ વર્ષથી મુખ્યમંત્રી પદ સંભાળી રહ્યા છે. દોઢ વર્ષમાં સરકારે ટ્રાફિકના દંડ પેટે 2021-22માં 138.15 રૂપિયા વસૂલ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ વર્ષ 2017-18થી લઈને 2021-22 સુધીના પાંચ વર્ષની જો વાત કરીએ તો આ પાંચ વર્ષમાં ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ વાહન ચાલકો પાસેથી દંડ પેટે 630.13 કરોડ વસૂલાયા હતા. અત્રે જણાવવાનું કે ટ્રાફિક તંત્રને આ દંડ જે ઉઘરાવવામાં આવે છે તે માટે ટાર્ગેટ આપવામાં આવતા હોય છે. ઉપરોક્ત પાંચ વર્ષ દરમિયાન 661.99 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો જેને જોતા સામે 630.13 કરોડ વસૂલાયા. 


શરમજનક! 906 પ્રાથમિક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક, શું આ રીતે વિકાસ થશે ગુજરાતમાં?


Video: અંધશ્રદ્ધાનું ભૂત ક્યારે દૂર થશે? બે બાળકીઓ પર થયા એવા એવા અત્યાચાર.....


રામનવમી પર 222 તોલા સોનું અને 10 કિલો ચાંદીમાંથી બનેલી આ રામાયણ વિશે ખાસ જાણો


કેગનો જે લેટેસ્ટ રિપોર્ટ આવ્યો છે તેમાં જણાવાયું છે કે વર્ષ 2012-12થી 2021-22 એમ કુલ 10 વર્ષમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 964.43 કરોડનો ખરેખર દંડ વસૂલાયો અને પર્સનલ લેજર એકાઉન્ટ- પીએમએમાં તેની તબદિલી વચ્ચે 19 ટકાનો મોટો તફાવત જોવા મળ્યો. આ 10 વર્ષમાં પીએલએમાં ખરેખર તબદીલી જોઈએ તો 791.39 કરોડ જ થઈ હતી. એટલે કે 183.04 કરોડની ઓછી રકમ પીએલએમાં ટ્રાન્સફર થઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube