અંધશ્રદ્ધાનું ભૂત ક્યારે દૂર થશે? બે બાળકીઓ પર થયા એવા એવા અત્યાચાર...જાણીને લોહી ઉકળી જશે

જૂનાગઢના પીપળીમાં સતના પારખા કરવા બાળકીઓ પર અત્યાચાર માતાજીના મઢ પર બાળકીઓને ધુણાવી, હવન કુંડના અંગારા પર ચલાવાઈ... માતાએ વિરોધ કરતા સાસરિયાઓએ માર માર્યો.

અંધશ્રદ્ધાનું ભૂત ક્યારે દૂર થશે? બે બાળકીઓ પર થયા એવા એવા અત્યાચાર...જાણીને લોહી ઉકળી જશે

જૂનાગઢના પીપળીમાં સતના પારખા કરવા બાળકીઓ પર અત્યાચાર માતાજીના મઢ પર બાળકીઓને ધુણાવી, હવન કુંડના અંગારા પર ચલાવાઈ... માતાએ વિરોધ કરતા સાસરિયાઓએ માર માર્યો.

21મી સદીમાં જીવતા આપણે આધુનિકતાના મોટા મોટા બણગા ફૂંકીએ છીએ પરંતુ હજુ પણ એવા અનેક લોકો જોવા મળે છે જે અંધશ્રદ્ધાનો પીછો છોડતા નથી અને તેના પગલે પોતાના કુંટુંબીજનોને પણ હેરાન પરેશાન કરે છે અને મોતના મુખમાં સુદ્ધા ધકેલતા હોય છે. જૂનાગઢના કેશોથી  પણ આવો જ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જ્યાં સતના પારખા કરવા માટે બાળકીઓ પર અત્યાચાર કરવામાં આવ્યા. માતાજીના મઢ પર બાળકીઓને ધુણાવી, હવનકુંડના અંગારાઓ પર ચલાવવામાં આવી. બાળકીની માતાએ તેનો વિરોધ કર્યો તો સાસરિયાઓએ ઢોર માર માર્યો. 

મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પીપળીમાં ગજેરા પરિવારની દીકરીઓમાં ભૂતપ્રેત હોવાનું કહીને ફૂલ જેવી દીકરીઓ પર સગા પિતા અને ફોઈ સહિત પરિવારના સભ્યોએ અત્યાચાર ગુજારવામાં કઈ બાકી ન રાખ્યું. દીકરીને ખુબ મારી. વાત જાણે એમ છે કે ગજેરા પરિવારમાં પુત્રવધુ પોતાની ત્રણ દીકરીઓ સાથે પતિથી સાત વર્ષથી અલગ રહે છે. ઘરમાં હવનનું આયોજન થતા સમાધાનનું કહીને માતાને આમંત્રણ મોકલ્યું હતું. આ કારણસર માતાએ પહેલા દિવસે બે દીકરીઓને મોકલી અને પછી સવારે અન્ય એક પુત્રીને લઈને હવનમાં હાજરી આપવા ગઈ. પણ પછી એવું થયું કે હવન બાદ પતિ સહિત પરિજનોનું વર્તન જ સાવ બદલાઈ ગયું. 

વધુ વિગતો માટે જુઓ Video

માતાના જણાવ્યાં મુજબ તેમણે પહેલા દિવસે બે દીકરીઓને મોકલી અને બીજા દિવસે તેઓ પોતે ગયા હતા પરંતુ જાણવા મળ્યું કે પહેલી રાતે ભૂવાઓ તથા મારા પતિ સહિત સાસરિયાઓએ મારી એક દીકરીને ધૂણાવી હતી અને એમ કહ્યું કે દીકરીને માતાજી  આવે છે, એ પ્રમાણ આપશે. અત્યાચાર વધતા ગયા. દીકરીને આગ પર ચલાવી, હવનમાં હાથ નખાવ્યા, ખાવા માટે અન્નનો દાણો પણ ન આપ્યો અને હેરાન કરવામાં આવી. માતાએ વિરોધ કર્યો તો દીકરીઓ સાથે ઢોર માર માર્યો. 

ઘટનાના પડઘા
આ સમગ્ર ઘટનાને પગલે મહિલા અને બાળવિકાસ મંત્રીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. આ ઘટના કઈ પહેલી નથી આ અગાઉ પણ ગુજરાતમાં આવી ઘટનાઓ જોવા મળી છે જેને જોતા એમ થાય કે આધુનિકતાના બણગાઓ વચ્ચે આવી ઘટનાઓ પર ક્યારે અંત આવશે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news