વડોદરા પાલિકાએ માસ્કના નામે નગરજનો પાસેથી વસૂલાયો 43.81 લાખનો દંડ
કોરોનાના કપરા કાળમાં પાલિકા દ્વારા માસ્કના નામે નગરજનો પાસેથી લાખો રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી છે. સત્તામાં જોગવાઈ ના હોવા છતાં વડોદરા પાલિકાએ પોલીસની ભૂમિકા નિભાવી હોવાનો આરટીઆઈમાં ( RTI) થયો ખુલાસો
રવિ અગ્રવાલ/ વડોદરા: કોરોનાના કપરા કાળમાં પાલિકા દ્વારા માસ્કના નામે નગરજનો પાસેથી લાખો રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી છે. સત્તામાં જોગવાઈ ના હોવા છતાં વડોદરા પાલિકાએ પોલીસની ભૂમિકા નિભાવી હોવાનો આરટીઆઈમાં ( RTI) થયો ખુલાસો.
કોરોના કાળમાં માસ્ક મુદ્દે વડોદરા પાલિકા દ્વારા 43.81 લાખના દંડની વસૂલાત કરવામાં આવી હોવાની વિગતો આરટીઆઈમાં ( RTI) સામે આવી છે. સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટીવિસ્ટ અતુલ ગામેચીએ માંગેલી આરટીઆઈમાં વિગત બહાર આવી હતી. સામાજિક કાર્યકરે કોરોનાના કાળમાં પાલિકાએ ગેરકાયદેસર રીતે દંડની વસૂલાત કરી હોવાનો આરોપ લગાવી તપાસની માંગ કરી છે.
આ પણ વાંચો:- હિટ એન્ડ રન : શ્રમિક પરિવારને કાર નીચે કચડનાર શૈલેષ શાહનો પરિવાર ઘરને તાળુ મારી ફરાર
કોરોનામાં લોકોની આર્થિક પરિસ્થિતિ દયનીય બની છે, ખાસ કરીને કોરોનાની બીજી લહેર ઘાતક પુરવાર થઇ હતી જેમાં ઘણા લોકોએ પોતાના સ્નેહી સબંધી ગુમાવ્યા છે, સાથે સાથે વેપાર ધંધાને પણ માઠી અસર પહોંચતા લોકો બેકાર બન્યા છે. આવા કપરા સમયે સેવાભાવી સંસ્થાઓ અને યુવકો દ્વારા બનતી સહાય પુરી પાડવામાં આવી હતી. તો બીજી તરફ આ મહામારીમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા માસ્ક નહિ પહેરવા મુદ્દે લોકો પાસેથી દંડ ઉઘરાવવાનો મનસ્વી નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો:- Ahmedabad: 700 ગ્રામ વજનના નવજાતની હાર્ટ સર્જરી, આ ગંભીર બીમારીનો સામનો કરી રહી હતી બાળકી
આ નિર્ણયની જી.પી.એમ.સી એક્ટમા જોગવાઈ નથી. તેમ છતાં અધિકારીઓ અને પદાધિકારીઓએ માસ્કના નામે દંડ ઉઘરાવવાનો નિર્ણય લઇ પોલીસની ભૂમિકા ભજવી હોય તેમ લાગી રહ્યું છે. આરટીઆઇ એક્ટિવિસ્ટ અતુલ ગામેચીએ માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ કરેલી આરટીઆઇમાં પોલીસ અને પાલિકાની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ તથા વહીવટી વોર્ડના જવાબદાર અધિકારીઓ દ્વારા માસ્ક ના મુદ્દે લાચાર નગરજનો પાસેથી દંડ પેટે ૪૩,૮૧,૧૦૦/-ની માતબર રકમ વસૂલવામાં આવી હોવાની વિગતો સપાટી પર આવી છે.
આ પણ વાંચો:- ભાવનગર લૂંટનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
આ અંગે અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે , આ સમગ્ર ઘટના મામલે તપાસ કરી પાલિકાએ દંડની ખોટી રીતે વસૂલાત કરી હોય તો આ નાણાં નગરજનોને પાછા આપવામાં આવે અથવા નગરજનોની સહાયમાં આ નાણાંનો ઉપયોગ થવો જોઈએ તેવી લોક માંગ છે.
આ પણ વાંચો:- Saurashtra University ના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો, કોરોના માટે આ બે પ્રકારના લોકો છે જવાબદાર
પાલિકાએ 12 વહીવટી વોર્ડમાં ઉઘરાવેલ દંડની રકમ
વોર્ડ 1 રકમ | 6,22,750 |
વોર્ડ 2 રકમ | 2,72,500 |
વોર્ડ 3 રકમ | 4,27,300 |
વોર્ડ 4 રકમ | 5,59,250 |
વોર્ડ 5 રકમ | 3,81,700 |
વોર્ડ 6 રકમ | 1,73,400 |
વોર્ડ 7 રકમ | 5,12,100 |
વોર્ડ 8 રકમ | 75,000 |
વોર્ડ 9 રકમ | 3,44,200 |
વોર્ડ 10 રકમ | 2,91,500 |
વોર્ડ 11 રકમ | 2,59,000 |
વોર્ડ 12 રકમ | 4,62,400 |
કુલ અંદાજીત રકમ | 43,81,100 |
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube