ભાવનગર લૂંટનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
ભાવનગર જિલ્લાના (Bhavnagar) સિહોર તાલુકાના ભૂતિયા ગામે ગત તા. 01/06/2021 ના રોજ ઘરમાં રહેલી એક મહિલાને બોથડ પદાર્થના ઘા ઝીંકી પહેરેલા સોનાના દાગીનાની લૂંટ (Robbery) ચલાવી લૂંટારુઓ નાસી છૂટ્યા હતા
Trending Photos
નવનીત દલવાડી/ ભાવનગર: ભાવનગર જિલ્લાના (Bhavnagar) સિહોર તાલુકાના ભૂતિયા ગામે ગત તા. 01/06/2021 ના રોજ ઘરમાં રહેલી એક મહિલાને બોથડ પદાર્થના ઘા ઝીંકી પહેરેલા સોનાના દાગીનાની લૂંટ (Robbery) ચલાવી લૂંટારુઓ નાસી છૂટ્યા હતા. જે અંગે પોલીસ મહાનિર્દેશક દ્વારા સીટની રચના કરવામાં આવી હતી, જેમાં ભાવનગર પોલીસે (Bhavnagar Police) તપાસ હાથ ધરી લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલવા વિવિધ ટિમો બનાવી હતી. ત્યારે પોલીસને આ ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે અને કાયદાનાં સંઘર્ષમાં આવેલ એક કિશોર સહિત કુલ 3 આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તા. 01/06/2021 નાં રોજ ભાવનગર જીલ્લાનાં (Bhavnagar) સિહોર તાલુકાનાં ભુતિયા ગામે રહેતાં લક્ષ્મીબેન મનુભાઇ માંડવીયા તેનાં ઘરે એકલાં હોય અને તેના પતિ વાડીએ ગયા હોય આ સમયે લૂંટારુઓ એ લૂંટની (Robbery) ઘટનાને અંજામ આપ્યો હતો, લૂંટારુઓએ ઘરમાં પ્રવેશી લક્ષ્મીબેનના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી દેતા લક્ષ્મીબેન લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ જતા મહિલાએ કાનમાં પહેરેલી સોનાની પોખાની ની લૂંટ ચલાવી લૂંટારુઓ નાસી છૂટ્યા હતાં.
આ પણ વાંચો:- Saurashtra University ના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો, કોરોના માટે આ બે પ્રકારના લોકો છે જવાબદાર
મહિલાના પતિ મનુભાઇ માંડવીયા બપોરનાં સમયે વાડીએથી ઘરે આવતા તેનાં પત્નિને ઓસરીમાં ખુરશીમાં અર્ધબેભાન અવસ્થામાં બેઠેલ હાલતમાં જોતા અને તેનાં માથામાં પાછળનાં ભાગે લોહિ નીકળતું હોય આજુ-બાજુ માં રહેતાં તેનાં સગાં-સંબંધીઓને જાણ કરી ત્યાં બોલાવ્યા હતા. જ્યારે લક્ષ્મીબેનનાં કાનમાં પહેરેલ સોનાની પોખાની ન જોતા અને તેમને કોઈ ઈસમોએ માર મારી સોનાની પોખાનીની લુંટી ગયાનું જણાવતા તાકીદે પોલીસને જાણ કરી અને લક્ષ્મીબેન ને સારવાર માટે 108 માં સિહોર બાદમાં ભાવનગર ખાતે એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવા આવ્યા હતા.
આ પણ વાંચો:- ગુજરાતમાં વેક્સીનેશનના દાવાનો ફિયાસ્કો: ક્યાંક જથ્થો નથી તો ક્યાંક લોકો વેક્સીન લેવા નથી જતાં
લૂંટની આ ઘટનામાં સુરત ખાતે રહેતાં પુત્ર પ્રવિણભાઇ માંડવીયાએ સોનગઢ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા માણસો વિરૂધ્ધ લુંટનો ગુન્હો દાખલ કરાવ્યો હતો. જે અંગે પોલીસે લૂંટનો ગુનો નોંધી આ ગુન્હાનો ભેદ ઉકેલવા સીટની રચના કરી વિવિધ ટિમો કામે લગાડી હતી. ગુન્હાની તપાસ દરમ્યાન આ પ્રકારનાં ગુન્હાઓમાં અગાઉ પકડાય ગયેલ માણસોની ખુબ જ ઝીણવટભરી રીતે પુછપરછ કરતા લુંટ કરવા માટે રણજીત ઉર્ફે બોડિયો રામજીભાઇ પરમાર તથા તેનાં સાગરીતોની ગેંગનો હાથ હોવાની પોલીસ ને બાતમી મળી હતી.
આ પણ વાંચો:- સુરતના એન્જિનિયરે 15 વર્ષની મહેનત બાદ તૈયાર કર્યો આ ફોર્મ્યુલા, પેટ્રોલ કરતા વધુ માઈલેજ આપશે આ કાર
આ લુંટ તેઓએ જ કરી હોવાની અને લુંટનો મુદ્દામાલ સગે-વગે કરી નાખ્યો હોવાની માહિતીના આધારે તેની શોધખોળ હાથ ધરી હતી જેમાં એલ.સી.બી. સ્ટાફનાં માણસોને રણજીત ઉર્ફે બોડિયો રામજીભાઇ પરમાર તેનાં બે સાગરીતો સાથે મોટર સાયકલ ઉપર રાજકોટ રોડ પરની સોનગઢ-પાલીતાણા ચોકડી થઇને પાલીતાણા તરફ જઈ રહ્યા હોવાની માહિતી મળતા, પોલીસે પાલીતાણા ચોકડી પર અને જીંથરી પાસે આવેલ તોરણ પાર્ક હોટલ પાસે વોચ ગોઠવી હતી.
ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા રણજીત ઉર્ફે બોડિયો રામજીભાઇ પરમાર તથા તેનાં બે સાગરીતો ભરત ઉર્ફે બોડિયો ગંભીરભાઇ પરમાર રહે. જામનગર તથા કાયદાનાં સંઘર્ષમાં આવેલ કિશોર મોટર સાયકલ સાથે પસાર થતા પોલીસે તેને ઝડપી લીધા હતા અને પોલીસ મથકે લાવી તેઓની ઉપરોકત ગુન્હા અંગે આગવી ઢબે પુછપરછ કરતાં તેઓએ ઉપરોકત ગુનો કર્યો હોવાનું કબૂલાત કરી હતી.
આ ઉપરાંત આરોપીઓએ ભાવનગર તથા બોટાદ જિલ્લામાં પણ અન્ય ગુનાહિત કૃત્યો આચાર્યા હોવાની કબૂલાત કરી હતી. જ્યારે પોલીસે ભરત ઉર્ફે બોડિયો, રણજીત તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર સહિત ત્રણ ની ધરપકડ કરી હતી તેમજ લૂંટારુઓનું બાઇક કિંમત રૂ 40,000 કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે