Mann Ki Baat : આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલીઓ સતત વધતી જાય છે. દિલ્હીમાં કેજરીવાલથી લઈને સિસોદિયાની સમસ્યાઓ પૂરી થઈ રહી નથી. ગુજરાતમાં સુરતમાં આપના કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા બાદ ઈસુદાન ગઢવી દાવો કરતાં હતા કે ધારાસભ્યોને પણ ખરીદવા માટે પ્રયાસો થઈ રહ્યાં છે. આમ આપ માટે એક સાંધતાં તેર તૂટે તેવા ઘાટ વચ્ચે નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવા જતાં ઈસુદાન ગઢવી ભરાઈ ગયા છે. એક નાગરિકે પોલીસ ફરિયાદ કરતાં ગઢવીને આ કાર્યવાહીમાંથી બહાર નીકળતાં નાકે દમ આવી જશે. આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સામે એફઆઈઆરને પગલે હવે પોલીસ આગામી દિવસોમાં એમની સામે કાર્યવાહી કરે તો પણ નવાઈ નહીં. એક નાગરિકની ફરિયાદના આધાર પર અમદાવાદ ક્રાઈમબ્રાંચે એફઆઈઆર નોંધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના સ્થાપના દિન કાર્યક્રમમાં મુખ્યમંત્રી નહિ રહે હાજર, આ છે કારણ


ગુજરાતમાં ફરિયાદમાં એવો આરોપ લાગ્યો છે કે નાગરિકોને મન કી બાત કાર્યક્રમના ખર્ચ મુદ્દે ગેરમાર્ગે દોરવામાં આવી છે. એમને જે Tweet કર્યા છે. એમાં ખોટા આંકડાઓ રજૂ કરીને લોકોને ખોટી માહિતી આપવાનો પ્રયાસ કર્યો હતો.  આ મામલે એક્ટિવ થઈને  PIBએ ખુલાસો કરી ઈસુદાન ગઢવીના tweetને ભ્રામક ગણાવ્યું હતું. જે બાદ સમગ્ર મામલા અંગે સાઇબર ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


પાટીદાર સમાજે લગ્નનો જૂનો રિવાજ બદલ્યો, હવે કુંડળીને બદલે નવુ મેચ મેકિંગ કરશે


તલાટીની પરીક્ષા આપનારા ઉમેદવારો ખાસ જાણી લે કોલ લેટર અંગેના આ અપડેટ