ગીર સોમનાથઃ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં જાણીતા ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં મોટા અપડેટ સામે આવ્યા છે. જુનાગઢથી ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ડો. અતુલ ચગના આપઘાતના ત્રણ મહિના બાદ એફઆઈઆર દાખલ થઈ છે. પોલીસે આ મામલે 306,506 ( 2 )  અને 114 મુજબ ફરિયાદ નોંધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોક્ટરે કર્યો હતો આપઘાત
વેરાવળમાં સારી એવી નામના ધરાવતા અને સેવાભાવી ડોક્ટર અતુક ચગે 12 ફેબ્રુઆરીએ ગળે ફાંસો ખાધો હતો. ડોક્ટરે સવારે આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ તેમના સ્ટાફે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. ડોક્ટરે આપઘાત કરતા પહેલા સ્યુસાઇડ નોટ પણ લખી હતી. તેમણે પોતાની સ્યુસાઇડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતાનું નામ લખ્યું હતું. 


સ્યુસાઇટ નોટમાં હતું સાંસદનું નામ
વેરાવળના ડો. અતુલ ચગે પોતાના આપઘાત કરતાં પહેલાં લખેલી સ્યુસાઇડ નોટમાં ભાજપના સાંસજ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમાનું નામ લખ્યું હતું. આપઘાત પાછળ આ બંને જવાબદાર હોવાનું જણાવ્યું હતું. આ ઘટનામાં વેરાવળ પોલીસે ફરિયાદ નોંધવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ ડો. ચગના પુત્રએ હાઈકોર્ટમાં કંટેમ્પ્ટ અરજી દાખલ કરી હતી. ડો. ચગ પાસેથી ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતાએ 1.75 કરોડ રૂપિયા લઈને પરત ન આપવાનો ખુલાસો થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube