રવિ અગ્રવાલ, વડોદરા: શહેરની નંદેસરી જીઆઇડીસીની એક કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. જો કે, ઘટનાની જાણકારી મળતા ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ ઘટનામાં કેટલાક કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ, વડોદરામાં આવેલી નંદેસરી જીઆઇડીસીમાં દીપક નાઈટ્રાઈટ નામની કંપનીમાં એક બાદ એક 6 બ્લાસ્ટ થયા હતા. જે બાદ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ત્રણથી ચાર કર્મચારીઓને ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે. ઇજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર બ્રિગેડની 20 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ ઘટના બાદ કંપની નીજીક ઉભેલા એમોનિયા ભરેલા ટેન્કર સુરક્ષિત કરી દેવામાં આવ્યા છે.


અવારનવાર વિદ્યાર્થીના ઘરે જઈ આચર્યું દુષ્કર્મ, હકિકત સામે આવતા આરોપી શિક્ષકની ધરપકડ


નંદેસરી જી.આઈ.ડી.સી માં દીપક નાઈટ્રાઈ કંપનીના ભીષણ આગ મામલે વડોદરા ફાયર બ્રિગેડના અધિકારી પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, કંપનીમાં અત્યાર સુધી 6 બ્લાસ્ટ થયા છે. જે બાદ આગ લાગી હતી. જો કે, આગમાં હાલમાં કોઈ જાનહાનિ થઈ નથી. ત્યારે એમોનીયાથી ભરેલા ટેન્કરને સુરક્ષિત કરી દેવામાં આવ્યા છે. આગની ઘટનાને લઇ જ્યારે ફાયર બ્રિગેડને કોલ આવતાં જ ફાયર બ્રિગેડ ટીમોને સ્થળ પર મોકલી દેવાઈ હતી. ત્યારે આ મામલે કલેકટરએ પણ ઘટનાની જાણકારી મેળવી હતી. 20 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. કંપની બહાર એસિડ જેવું પ્રવાહી નીકળ્યું હતું. જેને લઇને સિક્યોરિટી ગાર્ડ સહિત તમામને દૂર ખસેડ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube