ગુરૂના પદને લાંછન લગાવતો કિસ્સો: અવારનવાર વિદ્યાર્થીના ઘરે જઈ આચર્યું દુષ્કર્મ, હકિકત સામે આવતા આરોપી શિક્ષકની ધરપકડ

વલ્લભવિદ્યાનગરમાં રેલ્વે ફાટક પાસે આવેલી આઈ.બી પટેલ ઈંગ્લીસ મિડીયમ સ્કુલમાં ફરજ બજાવતા શિક્ષક દર્શન સુથારે શાળામાં ધો.10 માં અભ્યાસ કરતી 14 વર્ષ 9 માસની ઉમર ધરાવતી સગીર વયની કિશોરીને કોમ્યુટરનાં વિષયમાં માર્કસ નહી અપાવી નાપાસ કરવાની ધમકી આપી

ગુરૂના પદને લાંછન લગાવતો કિસ્સો: અવારનવાર વિદ્યાર્થીના ઘરે જઈ આચર્યું દુષ્કર્મ, હકિકત સામે આવતા આરોપી શિક્ષકની ધરપકડ

બુરહાન પઠાણ, આણંદ: આણંદનાં વલ્લભવિદ્યાનગરમાં ધો.10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને પરિક્ષામાં નાપાસ કરવાની ધાક ધમકીઓ આપી શિક્ષક દ્વારા અવારનવાર દુષ્કર્મ ગુજારવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે કિશોરીની માતાએ વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધી આરોપી શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

વલ્લભવિદ્યાનગરમાં રેલ્વે ફાટક પાસે આવેલી આઈ.બી પટેલ ઈંગ્લીસ મિડીયમ સ્કુલમાં ફરજ બજાવતા શિક્ષક દર્શન સુથારે શાળામાં ધો.10 માં અભ્યાસ કરતી 14 વર્ષ 9 માસની ઉમર ધરાવતી સગીર વયની કિશોરીને કોમ્યુટરનાં વિષયમાં માર્કસ નહી અપાવી નાપાસ કરવાની ધમકી આપી. તેમજ બોર્ડની પરિક્ષામાં તે પેપર તપાસવા જનાર હોઈ તેણીને પરિક્ષામાં નાપાસ કરવાની ધાક ધમકીઓ આપી.

વિદ્યાર્થીનીનાં ધરે કોઈ ના હોય ત્યારે અવારનવાર વિદ્યાર્થીનીનાં ઘરે જઈ તેણી પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ગુરૂને લાંછન લગાવતો શિક્ષક દર્શન સુથારે છેલ્લા બે માસમાં અવારનવાર કિશોરી પર ધાક ધમકીઓ આપી દુષ્કર્મ ગુજાર્યું હતું અને એટલું જ નહી પણ જો આ વાત કોઈને કહેશે તો તેણીને અને તેણીનાં પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો.

અંતે કિશોરીએ સમગ્ર ધટના પોતાનાં પરિવારજનોને જણાવતા આ બનાવ અંગે કિશોરીની માતાએ વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી દર્શન સુથારને ઝડપી પાડયો હતો અને તેનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેની ધરપકડ કરી હતી. ગુરૂના પદને લાંછન લગાવતા નરાધમ હેવાન બનેલા શિક્ષક પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news