મુસ્તાક દલ, જામનગર : સોમવારે મોડીરાત્રે જામનગર નજીક હાઇવે પર LPG ભરેલા ટેન્કરમાં આગનો બનાવ બન્યો હતો. મોરકંડા પાસે હાઇવે પર બ્લૂટેન ભરેલા LPG ટેન્કરમાં એકાએક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. હાઈવે પર જ ટેન્કરમાં આગ લાગતા થોડા સમય માટે ચક્કાજામ સર્જાયો હતો. આગના બનાવમાં ટેન્કરના ટાયરમાં પણ બ્લાસ્ટ થયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે કે તમારા પરિવારજન રિક્ષામાં કરતા હો મુસાફરી તો આ સમાચાર છે મહત્વના


આ ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લઈને વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો આ સંજોગોમાં જો આ આગ વધારે પ્રસરી હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની પણ શક્યતા હતી. જોકે ફાયર ફાઈટરોની સતર્કતાના કારણે આ દુર્ઘટના ટળી ગઈ છે.