Surat ની મનહર ડાઈંગમાં વહેલી સવારે ભીષણ આગ, સર્જાયો હતો અફરા તફરીનો માહોલ
સુરતના ખટોદરા બમરોલી રોડ પર આવેલા પંચશીલ નગર પાસે મનહર ડાઈંગમાં આગની ઘટના સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા આસપાસમાં આવેલા ચારથી પાંચ ગાડી અને ઝૂપડા બળીને ખાખ થઈ ગયા હતા
ચેતન પટેલ/ સુરત: સુરતના ખટોદરા બમરોલી રોડ પર આવેલા પંચશીલ નગર પાસે મનહર ડાઈંગમાં આગની ઘટના સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા આસપાસમાં આવેલા ચારથી પાંચ ગાડી અને ઝૂપડા બળીને ખાખ થઈ ગયા હતા. આગની ઘટના બાદ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી ગણતરીના કલાકોમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
સુરતના બમરોલી રોડ પર આવેલા પંચશીલ નગર પાસે મનહર ડાઈંગમાં સવારે 6 વાગ્યાની આસપાસ ભયનકર આગ લાગી હતી. આ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. મનહર ડાઈંગ કામ કરતા કારીગરો જીવ બચાવીને બહાર દોડી આવ્યા હતા. ત્યારે આ આગ એટલી ભીષણ હતી કે, મનહર ડાઈંગની બાજુમાં આવેલ ચાથી પાંચ ગાડી અને ઝૂપડા બળીને ખાખ થઈ ગયા હતા. તેમજ આગની લપેટમાં મનહર ડાઈંગ મિલનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
આ પણ વાંચો:- ઓનલાઈન ફ્રોડમાં સુરતી શખ્સે 50 લાખ ગુમાવ્યા, ગાઝિયાબાદથી ચાલતુ હતું આખું નેટવર્ક
જો કે, મનહર ડાઈંગમાં આગ લાગતા આસપાસના રહેતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તેમના દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગની જાણ થતા ઘટના સ્થળ પર ફાયર ફાયટરની ગાડીઓ પહોંચી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટના બાદ સ્થાનિક લોકો મનહર ડાઈંગના ગેટ પર દોડી આવ્યા હતા અને કહ્યું હતું કે, વારંવાર રજૂઆત કરવામાં આવ્યા બાદ પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
આ પણ વાંચો:- વલસાડમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો, 196 બેઠકો પર 764 ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતર્યાં
ઉલ્લેખનીય છે કે, સુરતના અમરોલી વિસ્તારમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી છે. અમરોલી વિસ્તારમાં ચાલુ વેનમાં આગ લાગતા અફરા તરફીનો મહોલ સર્જાયો હતો. જો કે, વેન ચાલક જીવ બચાવીને ભાગ્યો હતો. ત્યારે ફાયર વિભાગે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube