અમિત રાજપુત/અમદાવાદ : શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એલ.જી હોસ્પિટલમાં રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. હોસ્પિટલમાં આવેલા લેબર રૂમમાં આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. કેટલાક દર્દીઓ ફસાયા હોવાની માહિતી મળી છે. ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે જવા માટે રવાના થઇ ચુક્યા છે. હોસ્પિટલમાં આગ લાગતા દર્દીઓ અને તેમના સગાસંબંધીઓમાં ઉશ્કેરાટ જોવા મળ્યો હતો. જો કે લેબર રૂમમાં આગ લાગી હોવાનાં કારણે હોસ્પિટલમાં કોઇ ખતરો નહી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. જો કે આગ લાગી તેવી તુરંત જ ખબર પડતા ફાયરની ટીમ દ્વારા તુરંત જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. કોઇ જ જાન માલનું નુકસાન થયું નહોતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube