સુરત : સરથાણા જકાતનાકા નજીક ડી માર્ટની બાજુમાં આવેલ એક કારએસી સર્વિસ સેન્ટરની દુકાનમાં મોડી રાત્રે આગ લાગી ગઇ હતી. આગ જોત જોતામાં એટલી વિકરાળ બની ગઇ હતી અને આસપાસની 3 જેટલી દુકાન વિકરાળ આગની ઝપટે ચડી ગઇ હતી. જો કે આસપાસની 6 ફાયર સ્ટેશનની ગાડીઓ પણ ત્યાં બોલાવવી પડી હતી, ત્યારે આગ કાબુમાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉડતા ગુજરાત : અનુપમ સિનેમા નજીક પિતા-પુત્ર અધધ ગાંજા સાથે ઝડપાયા
જીડીવીસીએલે વિસ્તારમાં પાવરકટ કર્યો
સરથાણા જકાતનાકાના ડી માર્ટ નજીક આવેલી કાર સર્વિસની એક દુકાનમાં વિકરાળ આગ લાગી ગઇ હતી. આગના પગલે આસપાસની દુકાનોમાં ભાગદોડ મચી ગઇ હતી. આસપાસની 4 દુકાનોમાં આગ લાગી ગઇ હતી. જેના પગલે આસપાસના ફાયર સ્ટેશનમાંથી કાફલો બોલાવી લેવાયો હતો. આગને કાબુમાં લેવાઇ હતી. 
સખત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવાયો હતો. મોટાવરાછા ફાયર સ્ટેશન ઉપરાંત ડુંભાલ, કાપોદ્રા તેમજ ઘાંચી શેરીમાંથી ફાયર બ્રાઉઝર, ફાયર એન્જીન તેમજ વોટર ટેન્કરોને મોકલવામાં આવ્યા હતા. ડીજીવીસીએલે વિસ્તારનો પાવર કટ કરી દીધો હતો. ફાયર જવાનોના અનુસાર આ આગ 4 દુકાનો ઉપરાંત એક ફોરવ્હીલમાં પણ આગ લાગી ગઇ હતી. જેમાં સીએનજી કીટ હતી. જો કે સદ્ભાગ્યે કોઇ વિસ્ફોટની ઘટના બને તે પહેલા જ આગ કાબુમાં આવી ગઇ હતી. શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. 


સુરતમાં એકઠા થયેલા વેપારીઓએ કેન્દ્ર સરકારના RCEPના નિર્ણયનો કર્યો વિરોધ
મશીનમાં દોરા સાથે ગોળ ગોળ ફર્યો કામદાર, રુંવાડા ઉભા દેશે સુરતની કંપનીનો આ Video
એક ફાયર જવાનને પગમાં સામાન્ય ઇજા
વિકરાળ આગને કાબુમા લેવા માટે એક માર્શલ કાર્તિક પટેલના પગમાં ઇજા પહોંચી હતી. જેના પગલે તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યારે પાણીનો મારો ચલાવી પાંચ કલાકે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જો કે બાજુની એક દુકાનમાં પાર કરેલી આગ બળીને ખાખ ખઇ ગઇ હતી. જ્યારે અન્ય એક બાજુની દુકાનમાં રહેતા તમામ સ્પેરપાર્ટ્સ બળીને ખાખ ખઇ ગયા હતા.