દિનેશ વિઠલાણી/ દ્વારકા: દેવભૂમિ દ્વારકા (Dwarka) જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ (Government Hospital) માં આગ લાગતા અફરાતફરીનો માહલો સર્જાયો હતો. ફાયર વિભાગ (Fire Department) ને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવાનું કામ હાથ ધરાયું હતું. જો કે, ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ (Fire) પર કાબુ મેળવી લેતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવભૂમિ દ્વારકા (Dwarka) જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ (Government Hospital) માં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, આગ લાગવાની ઘટનાની જાણ થતાં જામખંભાળિયા ફાયર વિભાગ (Fire Department) ને જાણ થતાં જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા હોસ્પિટલના પાછળના ભાગમાં આવેલા ગ્રાઉન્ડમાં લાગેલી આગ (Fire) માં કાબુ મેળવ્યો હતો.


આ પણ વાંચો:- ભાજપની મહિલા અગ્રણીનો ઓડિયો વાયરલ, ‘હું ઇન્દ્રની અપ્સરા છું, મને મૂકીને મારો પતિ તારી સામે જુએ કે થૂંકે પણ નહિ’


જો કે, જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ (Government Hospital) માં આગ લાગવાની ઘટનાથી લોકો અને દર્દીઓ ચિંતામાં મુકાયા હતા. ત્યારે આગ પર કાબુ મેળવીને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા અંતે મોકડ્રીલ જાહેર કરતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.


આ પણ વાંચો:- માનવામાં ન આવે તેવી ઘટના ગુજરાતના નાનકડા મંદિરમાં બની, શિવલિંગને ફરતે વીંટળાઈ ગયો સાપ


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. આગ લાગવાની ઘટનાને પગલે અનેકવાર હોસ્પિટલમાં દાખલ દર્દીઓનો જીવ જોખમમાં મુકાતો હોય છે. ત્યારે આવા સમયે ફાયર વિભાગ દ્વારા શું કરવું જોઇએ અને કઈ રીતે આગ પર કાબુ મેળવવો, લોકોને બચાવવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube