સુરત :સુરત શહેરમાં રાત્રિના 10 વાગ્યા બાદ ફટાકડા ન ફોડવા પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. સુરત પોલીસે જાહેર રસ્તા પર આતશબાજી કરવા પર આવશ્યક પ્રતિબંધ ફરમાવ્યો છે. જેથી હવે દિવાળીમાં સુરતમાં ફટાકડા ફોડવાના સમય પર કોક લાગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેરમાં આતશબાજીના કારણે થતા ઇજાના બનાવોને કારણે સુરત પોલીસ દ્વારા જાહેરનામાં દ્વારા જરૂરી પ્રતિબંધ ફરમાવ્યા છે. સુરતમાં રાત્રિના 10 થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા અને દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. તો બીજી તરફ, જાહેરનામું ભંગ કરનાર સામે પગલાં લેવાશે તેવી સૂચના પણ આપવામાં આવી છે. 



સુરતમાં જાહેર રસ્તાઓ/રોડ તથા ફૂટપાથ ઉપર બોમ્બ, રોકેટ, હવાઇ તથા અન્ય ફટાકડા ફોડવા અંગેનો સમાવેશ થાય છે. તો સાથે જ ફટાકડા સળગાવી અન્ય વ્યકિત ઉપર ફેંકવા અંગે પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. હોસ્પિટલ, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓના 100 મીટરના વિસ્તારમાં ફટાકડા દારુખાનું ન ફોડવું તેવુ પણ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :