Ahmedabad Fire આશ્કા જાની/અમદાવાદ : અમદાવાદ શહેરમાં આગના બનાવો લાગવાના સિલસિલા યથાવત છે. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં હાઈરાઈઝ બિલ્ડીંગના એક રહેણાંક મકાનમાં વહેલી સવારે આગ લાગી હતી. જેને પગલે ફાયર વિભાગ દોડતું થયું હતું. એલિબ્રિજ વિસ્તારના તક્ષશિલા એર બિલ્ડિંગમાં આગ લાગી હતી. જેમાં બે વૃદ્ધોને શ્વાસ રુંધાવાની તકલીફ થઈ હતી, જેથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, એલિસબ્રિજ વિસ્તારમાં આવેલ તક્ષશિલા એર બિલ્ડીંગના 12 મા માળે એક મકાનમાં આગ લાગી હતી. મકાનના બહારના ડકમાં એકાએક આગ ફાટી નીકળઈ હતી. જોકે, ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટને કારણે વાયરીંગનું આખુ ડબ બળીને ખાખ થઈ ગયુ હતું. આ આગ મકાન નંબર 1, 11 અને 14 માં આગ પ્રસરી ગઈ હતી. બિલ્ડીંગની ફાયર સિસ્ટમ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો.


આ પણ વાંચો : 


દેશની વચ્ચોવચ આવેલું એવુ મંદિર જેને ભૂતોએ બનાવ્યું હતું, એ પણ રાતના અંધારામાં


એક રહસ્યને કારણે ચોટીલા ડુંગર પર રાતે કોઈ રોકાતું નથી, આખો પર્વત ખાલી કરવો પડે છે


આગ લાગવા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયુ નથી, પરંતુ આગને કારણે રહીશોમાં ભારે અફરાતરફી મચી ગઈ હતી. આ ઘટનામાં 2 વૃદ્ધ લોકોને શ્વાસ રુંધાવાની તકલીફ થઈ હતી. જેથી જેઓને હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. 


આગની ઘટનાથી ડેપ્યુટી કમિશ્નર રમેશ મેરજા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગની ઘટનાને લઈ તક્ષશિલાના રહીશોએ આક્ષેપ કર્યો કે, ફાયરની સિસ્ટમ બિલ્ડર દ્વારા બંધ રાખવામાં આવી હતી. અગાઉ 20 જાન્યુઆરીએ પણ અહીં આગની ઘટના અહીં બની હતી ત્યારે પણ બિલ્ડરને ફરિયાદ કરી હતી. પરંતુ છતા તેઓએ કોઈ એક્શન લીધા ન હતા.  


આ પણ વાંચો : Vastu Tips : બંધ પડેલા નસીબના તાળા ખોલવા હોય તો તકિયા નીચે રાખો આ વસ્તુ